Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

રૂપાલાએ બે હાથ જોડીને જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માગી, કહ્યું- ‘મારી ભૂલ થઈ ગઈ’

Fri, March 29 2024

આજે રાજકોટના ગોંડલના શેમાળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ ‘ગણેશગઢ’ ખાતે એક મોટી બેઠક મળી છે. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. ભાજપના ટોચના ક્ષત્રિય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ અપીલ કરી છે. મહત્વનું છે કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી છે.

મારા જીવનમાં આવું ક્યારેય નથી થયું, મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે : પરશોત્તમ રૂપાલા

આ દરમિયાન પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, મારા માટે અફસોસની વાત છે કે આવી ભૂલ થઈ, મારા જીવનમાં આવું ક્યારેય નથી બન્યું. હું જયરાજસિંહજીનો આભારી છું કે તમે આ આગેવાની લીધી અને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં પ્રયાસ કર્યો છે. મારા કારણે પાર્ટીને નુકશાન થયું તે માટે હું સૌની માફી માંગુ છું. હું કાર્યક્રમમાં જતો હોવ તેમ મારું સ્વાગત કરાયું છે. મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભથી ક્યારે આવું થયું નથી. મારા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. મેં તેની માફી પણ માગી છે. મેં બે હાથ જોડીને માફી માગી છે. મારા માટે નહીં પરંતુ મારી પાર્ટી માટે મને માફ કરી દો.

રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રિય સમાજની માગી માફી

રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. તેમણે કહ્યું કે, ‘મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છું. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે,જવાબદાર હું છું. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું.’ આ સાથે રૂપાલાએ જયરાજસિંહનો પણ આભાર માન્યો હતો.

રૂપાલાએ માફી માગી લીધી એટલે આ વિવાદનો અંત આવી ગયો : જયરાજસિંહ જાડેજા

પરશોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ‘પરશોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયું. રૂપાલાએ 40 મિનિટનો માફીનો વિડિયો મૂક્યો છે. તેમણે સમાજની માફી માગી છે એટલે આ વિવાદનો અંત આવી ગયો છે. હવે રાજપૂત સમાજમાં કોઈ રોષ નથી. રૂપાલા સાહેબની ભૂલને ભૂલી જવાની છે. આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. આપણો ક્ષાત્ર ધર્મ કહે છે કે આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવે તો આપણે માફી આપી દઈએ, ઈતિહાસમાં આવું બન્યું છે.’

તમે સમાજને ગુમરાહ ન કરો : જયરાજસિંહ જાડેજા

માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપતા કહ્યું હતું કે, ‘સમાજને ગુમરાહ ન કરો. પી.ટી.જાડેજાએ પણ અગાઉ માફી માગી છે. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો હતો. તમે સમાજને ગુમરાહ ન કરો, એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. મારી સીટ પર મારા સમાજના માત્ર સાત હજાર મત છે. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે. પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે. ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે.’

જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘હું સોશિયલ મીડિયાનો જવાબ આપતો નથી. બહાદુરો એકઠા થાય તો તે જ્યાં કહેશે ત્યાં હુ જવા તૈયાર છું. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ.’

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલ ખાતે મળેલ બેઠકમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શું હતો સમગ્ર વિવાદ?

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી.

Share Article

Other Articles

Previous

 2જી એપ્રિલે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર રાજકોટમાં

Next

સંરક્ષણ સચિવે ભારતીય તટરક્ષક ઉત્તર-પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
42 મિનિટutes પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
1 કલાક પહેલા
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
2 કલાક પહેલા
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
2 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

મુકેશ અંબાણીના બહેન નીના કોઠારી : માત્ર કરોડોના માલિક જ નહીં, દેશની યુવતીઓ માટે પ્રેરણા છે
ગુજરાત
6 મહિના પહેલા
પોલીસના ભયથી આપઘાત કરનાર વિદ્યાર્થીને IPS બનવાના કોડ હતા
રાજકોટ
11 મહિના પહેલા
મણીપુરના ઇમ્ફાલમાં ઉગ્રવાદીઓએ આડેધડ ગોળીબાર કરીને બોમ્બ ફેંક્યા, કાચા મકાનમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા, કેટલાક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ગોંડલ રોડ પર આંબેડકરનગરમાંથી 70 હજારનો દારૂ પકડાયો : બુટલેગરની શોધખોળ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર