ઇન્ડોનેશિયાના પ્રમુખને ભારતની કઈ વાત સામે ઝૂકવું પડ્યું વાંચો
દેશમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ પ્રભોવો સુબિયાંટો મુખ્ય અતિથિના રૂપે સામેલ થશે. શનિવારે આ મામલે પરિચિત લોકોએ આ જાણકારી આપી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુબિયાંટો પોતાની ભારત યાત્રા બાદ પાકિસ્તાન નહીં જાય. જોકે, તેઓએ પહેલાં પાકિસ્તાન જવાની યોજના બનાવી હતી. પરંતુ, જ્યારે ભારતે આ મુદ્દો ઉઠાવ્યો તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખે પોતાની પાકિસ્તાનની યાત્રા ટાળી દીધી છે.
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં અત્યાર સુધી ઘણાં પ્રમુખ આંતરરાષ્ટ્રીય નેતા ઉપસ્થિત રહી ચુક્યા છે. તેમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પ્રમુખ સિરિલ રામફોસા (2019), સંયુક્ત અરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન (2017) અને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ફ્રાંકોઇસ ઓલાંદ (2016) સામેલ છે.
આ સિવાય, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન જૉન મેજર (1993), દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પ્રમુખ નેલ્સન મંડેલા (1995) અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર પ્રમુખ લી મ્યંગ-બાક (2010) જેવા નેતા પણ ગણતંત્ર દિવસ સમારોહનો ભાગ બની ચુક્યા છે. જો કે ઈન્ડોનેશિયાના પ્રમુખે ભારતની વાત સામે ઝૂકવું પડ્યું છે. અત્યાર સુધી ઘણા દેશના વડાઓએ દેશના આ પ્રસબગમાં ઉપસ્થિતિ આપી છે અને ભારતના વખાણ કર્યા છે અને ભારતની ટાકાંતને નજરે જોઈ છે. જો કે હવે આ રીતે બધા જ દેશના વડાઓને બોલાવીને કામ પાર પાડવામાં આવી રહ્યું છે.