રાજકોટ અગ્નિકાંડ : TRP ગેમઝોનની આગ આ પરિવારોને ભરખી ગઈ
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગની દુર્ઘટના ઘટી હતી. જેમા મૃતઆંક વધીને 32 પર પહોંચ્યો છે. આ કેસમાં હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઘટનાની ગંભીરતા જોતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે રાજકોટ ખાતે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહના ડીએનએ તપાસ કરીને પરિવારજનોને સોંપવામાં આવશે. ત્યારે આ આગ અનેક લોકોના પરિવારને ભરખી ગઈ.
સુરપાલસિંહના પિતાનું હોસ્પિટમાં હૈયાફાટ રૂદન

રાજકોટમાં આત્મીય કોલેજમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં રહેતા અને મૂળ ધ્રોલના સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.22)ના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ હૈયા ફાટ રૂદન સાથે જણાવ્યું હતું કે,તેનો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટની આત્મીય હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. અને તેની ત્રણ માસ પૂર્વે જ સગાઈ થઈ હતી.શનિવારે તે તેના બે મિત્રો સાથે ગેઇમ ઝોનમાં ગયા હતા.અને આગની ઘટના બની ત્યારે તેના બે મિત્રો બહાર નીકળી ગયા હતા. પરંતુ સુરપાલસિંહ અંદર ફસાઈ ગયા હતા. અને હજુ સુધી તેઓ ગુમ હોવાથી તેના પિતા અનિરુદ્ધસિંહનો ડી.એન.એ રિપોર્ટ લેવામાં આવ્યો છે.
પપ્પા હું ગેઇમ ઝોનમાં જાવ છું.. નીરવ વેકરિયાના છેલ્લા શબ્દો

રાજકોટ અંબિકા ટાઉનશિપમાં રહેતા નીરવ રશીભાઈ વેકરિયા (ઉ.વ.21)ના સબંધીએ જણાવ્યું હતું કે, તે દર્શન યુનિવર્સિટીમાં બી.ટેક.માં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. જે મિત્ર પ્રિયંક સાથે TRP ગેમ ઝોન ખાતે 5 વાગ્યે ગયા હતા. અને તે ગેમ ઝોનમાં જાય છે.તે બાબતનું તેના પિતાને ફોનમાં પણ વાત કરી જણાવ્યું હતું. પરંતુ તેના પિતાને કયા એ વાતની ખબર હતી કે,તેઓ તેના પુત્ર સાથી છેલ્લી વાર વાતચીત કરી રહ્યા છે. બંને મિત્રો ગેમ ઝોનમાં હતા ત્યારે આગ લગતા મિત્ર પ્રિયંક બહાર નિકળી ગયો હતો, પરંતુ નિરવ ત્યા લાગેલી ભીષણ આગમાંથી બહાર નિકળી શક્યો ન હતો. જેથી હાલ તેના પિતા રસિકભાઈનું DNA સેમ્પલ લેવામાં આવ્યું છે. હાલ એકનો એક પુત્ર ગુમ હોવાથી પરિવાર શોકમાં ગરક થયો છે.
NIR દંપતી લગ્નના તાંતણે બંધાય તે પૂર્વે જ..

કેનેડામાં માતા-પિતા સાથે રહેતા અને ત્યાં જ અભ્યાસ કરતાં અક્ષય ઢોલરીયા(ઉ.વ.24)એ રાજકોટમાં રહેતા ખ્યાતિબેન સાવલિયા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. અને તેઓ ડિસેમ્બર માસમાં ધામધૂમથી લગ્ન કરવાના હતા. પરંતુ તેઓ 10 દિવસ પૂર્વે કેનેડાથી રાજકોટ આવ્યા હતા. અને એમની એટલી જ કમ નશીબી કે તેઓ શનિવારે ટીઆરપી ગેઇમ ઝોનમાં જવાનો પ્લાન બનાવ્યો હતો તેમણે કયા ખબર હતી કે,તેઓની સાથે આજે શુ થવાનું છે. બંને બોલિંગ કરી રહી હતાતે સમયે આગની દુર્ઘટના બનતા તેઓએ બચવાનો પ્રયાસ કર્યો હતો. પરતું તે સફળ થઈ શક્યા ન હતા. હાલ ખ્યાતિના માતા-પિતા રાજકોટ હોવાથી તેઓએ પોતાનું ડીએનએ સેમ્પલ આપ્યું હતું. અને અક્ષયના માતા-પિતા કેનેડા હોવાથી તેઓ ડીએનએ સેમ્પલ આપવા માટે રાજકોટ રવાના થયા છે.
ગોંડલથી રાજકોટ ગેઇમ ઝોનમાં ત્રણ મિત્રો રમવા આવ્યા એક બચી ગયો પણ …

ગોંડલમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં ત્રણ મિત્રો શનિવારે ગોંડલમાં માતા-પિતાને જાણ કરીને રાજકોટ ગેઇમ ઝોનમાં ગેમ્સ રમવા માટે આવ્યા હતા. પરંતુ તેના માતા-પિતાને કયા ખબર હતી કે,તેના લાડલા દીકરાઓના છેલ્લી વાર મોઢું જોય રહ્યા છે. ગોંડલથી સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘનસિંહ ચુડાસમા અને તેનો એક મિત્ર એમ ત્રણ મિત્રો રાજકોટ ટીઆરપી ગેઇમ ઝોનમાં આવ્યા હતા. અને આગ લાગતાં ત્રણેય મિત્રોએ બચવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મિત્રએ તો પોતાનો જીવ બચાવી લીધો હતો. પરંતુ સત્યપાલસિંહ અને શત્રુઘનસિંહ અંદર ફસાઈ ગયા હતા. જેથી બંને મિત્રો ગુમ થતાં તેના માતા-પિતા રાજકોટ હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને પોતાના ડીએનએ રિપોર્ટ આપ્યા હતા.
‘હું નોકરીએ જાવ છુ’ તેવું કહ્યા બાદ સુનીલભાઈ પરત ન આવ્યા

TRP ગેઇમ ઝોનમાં 20 દિવસ પૂર્વે જ નોકરી પર લાગેલા અને મૂળ વીરપૂરના જીગ્નેશભાઈ કાળુભાઇ ગઢવી (ઉ.વ.32)ના પિતરાઇ પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે,તેઓ પેટયું રણવા માટે વિરપુરથી પત્ની અને તેની 12 વર્ષની પુત્રી સાથે રાજકોટ આવી ગયા હતા. અને 20 દિવસ પૂર્વે જ TRP ગેઇમ ઝોનમાં નોકરી પર લાગ્યા હતા. રાત્રિના તેમનો તેમની પત્નીને ફોન આવ્યો હતો. અને પોતે નોકરી પરથી છૂટી 10 વાગ્યે ઘરે આવી જશે તેવું જણાવ્યું હતું. ઘટનાની જન થતાં તેની પત્ની ફોન પર જિગ્નેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફોન સ્વિચ ઓફ જણાતા તે સબંધીઓ સાથે હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને તેમની 12 વર્ષની પુત્રનીના ડીએનએ રિપોર્ટ આપ્યા હતા.
અઢી માસ પૂર્વે જ લગ્ન કરનાર પતિ-પત્ની બહેન સાથે ગેઇમ ઝોન આવ્યાન ને..

વેરાવળમાં રહેતા અને અઢી માસ પૂર્વે જ લગ્ન ગ્રંથીએ જોડાયેલા વિવેકભાઈ અશોકભાઈ દુસારા (28)અને તેમના ધર્મપત્ની ખુશાલી વિવેકભાઈ દુસારા (27) તેમના બહેન ત્રીશા અશોકભાઇ મોડાસિયા શનિવારે ગેઇમ ઝોનમાં આવ્યા હતા ત્યારે આગની ઘટના બન્યા બાદ ગુમ થતાં તેના પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેમનો કોઈ પતો ન લગતા તેમણે પોતાનો ડીએનએ રિપોર્ટ આપ્યા હતા.