રાજકોટના બે યુવાનના ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ૫૧૫ ફોટા-૧૬૪ વીડિયો મળ્યા !
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમથી ટીપ' મળી'ને બન્ને યુવકને દબોચી લેવાયા
ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ફેલાવા સામે સુપ્રીમ કોર્ટ દ્વારા આકરાં આદેશ આપવામાં આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ આ દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટના બે યુવકોના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ઢગલો હોવાની અને આ બન્ને દ્વારા તેને ફોરવર્ડ કરવામાં આવી રહ્યાની
ટીપ’ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા મળતાં જ સાયબર ક્રાઈમ પોલીસે બન્ને યુવકને દબોચી લીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના એએસઆઈ જે.કે.જાડેજા દ્વારા ન્યુ બેડીપરામાં સીતારામ રોડ પર રહેતા અજય ભગુભાઈ ટોયટાના ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય પડ્યું હોવાની બાતમીના આધારે ધરપકડ કરી ફોન ચેક કરવામાં આવતાં તેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ૪૭૯ ફોટા તેમજ ૧૬૪ વીડિયો મળી આવતાં તેની સામે આકરી કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જ્યારે હેડ કોન્સ્ટેબલ એસ.એસ.જાડેજા દ્વારા રૈયા ટેલિફોન એક્સચેન્જવાળી શેરીમાં રહેતા મયુર જગદીશભાઈ શિરોયાના ફોનની તલાશી લેવામાં આવતાં તેના ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ૩૬ તસવીરો મળી આવતાં તેની સામે ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.