રાજકોટ : તરુણીને સ્નેપચેટથી ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું , અપહરણ કરી નરાધમે દેહ પીંખ્યો !!
શહેરમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય બાળકી માતા સાથે કેટરર્સના કામે ગઈ હોય ત્યારે અહીં આવેલા અને વડાળી ગામે રહેતા યુવકની નજર બગડી હતી અને તેની સાથે પરિચય કેળવી સ્નેપચેટમાં વાતો બાદ પરીક્ષા આપવા જતી બાળકીને હમણાં આવતા રહેશું તેવું કહીને તેણીને લઈ જઈ દુષ્કર્મ ગુજારતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા રોડ પર રહેતાં અને મૂળ રાજસ્થાનના ૪૮ વર્ષીય પ્રોઢે આજીડેમ પોલીસ મથકમાં આરોપી તરીકે જયેશ રણછોડ સાપરા (રહે. વડાળી) નું નામ આપતા જણાવ્યું હતું કે, તેઓ કલરકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર ત્રીજા નંબરની નંબરની પુત્રી ૧૩ વર્ષની અને ધો. ૮ માં અભ્યાસ કરે છે.
ફરિયાદીની પત્ની કેટરર્સમાં કામે જાય છે અને આરોપી પણ કેટરર્સમાં કામે આવતો હતો. થોડાં દિવસ પહેલા ૧૩ દિવસની પુત્રી માતા સાથે કેટરર્સમાં ગઈ હોય ત્યારે આરોપીએ ફરિયાદીની પુત્રી સાથે પરિચય કેળવી તરૂણીની માતાના મોબાઈલમાં સ્નેપચેટમાં આઈડી બનાવી
દિધું હતું. જે બાદ રાતના સમયે આરોપી તરુણીને મેસેજ કરતો હતો. દરમિયાન ગઈ તા.૧૫ ના તરૂણીને પરીક્ષા ચાલું હોય જેથી તે સવારે ૧૦ વાગ્યે ઘરેથી નીકળી હતી. બાદમાં તે બપોર સુધી ઘરે ન આવતાં તેની શોધખોળ આદરી હતી. તેઓએ આજીડેમ પોલીસ મથકે પણ પુત્રીની ગુમનોંધ કરાવી હતી.
જે બાદ મોડી રાત સુધી તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પુત્રીની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન ફરિયાદીની અન્ય પુત્રીએ જણાવ્યું હતું કે, તેમની બહેન વડાળીના જયેશ સાથે ફોનમાં વાત કરતી હતી અને હોળીના દિવસે પણ તેઓ મળ્યાં હતાં. જેથી બીજા દિવસે સવારે કેટરર્સ સંચલકનો સંપર્ક કરી તેને વાત કરી હતી. જે બાદ આરોપી તરુણીને ઘર પાસે ઉતારી નાસી છૂટ્યો હતો.
પરિવાર સમક્ષ બાળકીએ આપવીતી જણાવતા કહ્યું હતું કે આરોપી તેને આજીડેમ નજીક આવેલી એક વાડીમાં લઈ ગયો હતો અને અહીં તેણી સાથે બળજબરી પૂર્વેક શરીર સબંધ બાંધ્યો હતો. બનાવને લઈએ આજીડેમ પોલીસે મથકના સ્ટાફે આરોપી જયેશ સાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.