રાહુલ ગાંધીનું નવું ગતકડું : મોદી OBC નથી, સામાન્ય જાતિના છે
ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન દાવો કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જાતિમાં જન્મ્યા નથી. તેઓ ગુજરાતની તેલી જાતિમાં જન્મ્યા છે. આ સમુદાયને વર્ષ 2000માં ભાજપ દ્વારા OBC ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો.
રાહુલે કહ્યું, “સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી OBC જન્મ્યા ન હતા. ફરી સાંભળો, નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતની તેલી જ્ઞાતિમાં થયો હતો. તમને બધાને ભયંકર મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. તે (પીએમ) આખી દુનિયા સામે ખોટું બોલી રહ્યા છે કે તેઓ ઓબીસીમાં જન્મ્યા છે.
રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા જાતિઓ વિશે અભ્યાસ કરવો જોઈએ. તે જ્ઞાતિની વસ્તી ગણતરીની વાતો કરતો રહે છે. તે જાણે છે કે ‘તેલી’ સમુદાય કયા વર્ગનો છે. તેમને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.