વડાપ્રધાન આ દિવસે અયોધ્યામાં એરપોર્ટનું કરશે ઉદઘાટન
- રામનગરીને ત્રેતાયુગની જેમ ભવ્ય રીતે સજાવવા યોગી આદિત્યનાથની જાહેરાત
પીએમ મોદી 30 ડિસેમ્બરના રોજ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. સીએમ યોગી આદિત્યનાથે પીએમની મુલાકાતને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ દરમિયાન તેમણે જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા. સીએમએ કહ્યું હતું કે વડા પ્રધાનના આગમન પર રામ નગરીને એકદમ ભવ્ય રીતે સજાવવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન ખાસ બાબત તો એ છે કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન રામ નગરીને હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ હશે. ત્યારે પીએમના આગમનને લઈને સીએમ યોગીએ સમીક્ષા બેઠકમાં કેટલીક ખાસ સૂચનાઓ આપી હતી જેમકે કે અયોધ્યાની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે. જો જરૂરી હોય તો વધારાના નવા સ્વચ્છતા કર્મચારીઓ રાખવામાં આવશે. તેમજ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ડિજિટલ ટૂરિસ્ટ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
સીએમ યોગીજી એ ખાસ સૂચના એ આપી હતી કે અયોધ્યાને ત્રેતાયુગમાં જે રીતે રાજ્યોનું વર્ણન છે તે રીતે શણગારવામાં આવે. સમગ્ર અયોધ્યા રામમય થઈ જાય. સ્થાનિક મઠો અને મંદિરોને પણ શણગારવામાં આવશે. તેમજ અયોધ્યામાં થોડા થોડા અંતરે ભજન મંડળીઓ ભજન ગાતી હોય તેમ બેસાડવામાં આવશે.
નોંધનીય છે કે 30 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટના ઉદ્ધઘાટન બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ વડા પ્રધાન હાજર રહેશે.