મરીન ડ્રાઈવ પર ટીમ ઇન્ડિયાના વિજય સરઘસ બાદ ગંદકીના ગંજ : 11 હજાર ટન કચરો મળ્યો
સવારે 8:00 વાગ્યા સુધી સફાઈ કામગીરી ચાલી
વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમના ખેલાડીઓનું સ્વાગત કરવા માટે મુંબઈના મરીન ડ્રાઈવ ઉપર એકત્ર થયેલા લોકો તેમની પાછળ 11 હજાર 500 કિલો કચરો છોડતા ગયા હતા.ભારતીય ટીમના આગમનને લઈને ક્રિકેટ રસીકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ હતો. વાનખેડે સ્ટેડિયમ સુધી પહોંચતા 1.5 km ના મરીન ડ્રાઇવના રસ્તા ઉપર લાખો લોકો ખડકાઈ ગયા હતા. તે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે 10:30 સુધી મરીન ડ્રાઇવ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ પામી હતી.ત્યાર બાદ રસ્તો ખુલ્લો થયો ત્યારે અદભુત નજારો જોવા મળ્યો હતો.
દોઢ કિલોમીટરના એ માર્ગ ઉપર શુઝ,ચપ્પલ, સ્લીપર, પાણીની બોટલો, વેફર સહિતની ખાદ્ય સામગ્રીના ખાલી અને અડધા ભરેલા પેકેટો,તૂટી ગયેલી છત્રીઓ,સિગારેટ ના પેકેટસ વગેરેથી આખો માર્ગ ઉભરાઈ ગયો હતો.બાદમાં રાત્રે 11:30 વાગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 સફાઈ કામદારો અને સુપરવાઇઝરો ઉપરાંત એક એનજીઓના 25 કાર્યકરો સફાઈ કામગીરીમાં લાગ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ છેક સવારે 8:00 વાગ્યા સુધી સફાઈ કામગીરી ચાલુ રાખવી પડી હતી.
સફાઈ કામદારોએ કુલ 11,500 કિલો કચરો એકત્ર કર્યો હતો અને એક ડમ્પર એક કોમ્પેક્ટર સહિત આઠ વાહનોમાં આ કચરો ડમ્પિંગ સાઈડ સુધી લઈ જવામાં આવ્યો હતો. મુંબઈ વન પાના કર્મચારીઓએ રાત પર કરેલી આ કામગીરીની બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર લોકોએ ભરપૂર પ્રશંસા કરી હતી.