ભારત ઉપર અણુ હુમલો કરવાની પાકિસ્તાનના મંત્રીની ગીધડ ધમકી
પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીએ ભારત જો સિંધુ જળ સંધીને સ્થગિત કરીને પાકિસ્તાનના પાણી પુરવઠા ને રોકવાની હિંમત કરશે તો અણુ હુમલો કરવાની ધમકી આપી હતી.
પહેલગામ આતંકી હુમલાના જવાબરૂપે ભારત સાત પેઢી સુધી યાદ રહે તેવો બદલો લેશે તેની ખાતરી થયા બાદ ફફડી ગયેલા પાકિસ્તાનના શાસકો ડર છુપાવવા માટે બહાદુર ચહેરો રજૂ કરી રહ્યા છે અને દરરોજ નવા બફાટો કર્યે જાય છે.શનિવારે પાકિસ્તાનના બધું એક મંત્રી હનીફ અબ્બાસીએ કહ્યું કે ભારત પાકિસ્તાનનો પાણી પુરવઠો રોકશે તો તેણે સંપૂર્ણ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. તેમણે અણુ હુમલાની ખુલ્લી ધમકી આપતા કહ્યું કે ઘોરી, શાહીન અને ગઝનવી મિસાઇલો સાથેન 130 અણુ શસ્ત્રોનો”ફક્ત ભારત માટે” જ રાખવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું,” “અમારી પાસે જે સૈન્ય સાધનો છે, જે મિસાઇલો છે, તે શોભા માટે નથી. કોઈને ખબર નથી કે અમે અમારા અણુ શસ્ત્રો દેશભરમાં ક્યાં રાખ્યા છે. હું ફરી કહું છું, આ બેલિસ્ટિક મિસાઇલો, બધા તમારા તરફ નિશાના પર છે.” પાકિસ્તાનની હવાઈ હદ બંધ રહેવાથી ભારતીય એરલાઇન્સ ધ્વસ્ત થઈ શકે છે તેવી બડાશ પણ તેમણે હાંકી હતી.