કેરળના વાયનાડમાં ભૂસ્ખલને તબાહી મચાવી : 100 લોકો કાટમાળ નીચે દટાયા, 85થી વધુના મોત… રેસ્ક્યુ કામગીરી માટે આર્મી-નેવી જોડાઈ
કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્ય માટે સેનાની સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
બચાવ કામગીરી માટે નૌકાદળની ટીમ એઝિમાલાથી પહોંચશે. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ લેવામાં આવી છે. મુખ્યમંત્રીએ નેવીની રિવર ક્રોસિંગ ટીમની મદદ માંગી છે. એઝિમાલા નેવલ એકેડમીની નૌકાદળની ટીમ તાત્કાલિક વાયનાડ જવા રવાના થઈ રહી છે.
16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.
સેનાની ટુકડી તૈનાત
દુર્ઘટનાની તીવ્રતાને જોતા, સેના તરફથી બચાવ કામગીરીની વિનંતી કરવામાં આવી હતી, ત્યારબાદ ચાર ટુકડીઓને એકત્ર કરવામાં આવી હતી. તેમાં 122 ઇન્ફન્ટ્રી બટાલિયન (ટેરિટોરિયલ આર્મી)ની બે ટુકડીઓ અને કન્નુરમાં ડીએસસી સેન્ટરની બે ટુકડીઓનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી માટે અત્યાર સુધી તૈનાત સૈનિકોની કુલ સંખ્યા લગભગ 225 છે, જેમાં તબીબી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH તમિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના થશે.
પીએમ મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી
Distressed by the landslides in parts of Wayanad. My thoughts are with all those who have lost their loved ones and prayers with those injured.
— Narendra Modi (@narendramodi) July 30, 2024
Rescue ops are currently underway to assist all those affected. Spoke to Kerala CM Shri @pinarayivijayan and also assured all possible…
250 બચાવકર્મીઓ બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.
વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે. એનડીઆરએફની વધારાની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.
કેરળના પાંચ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે
રાજ્ય સરકારે 5 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં કસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ અને મલ્લપુરમનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad. My heartfelt condolences go out to the bereaved families who have lost their loved ones. I hope those still trapped are brought to safety soon.
— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2024
I have spoken to the Kerala Chief Minister and the Wayanad…
CMO દ્વારા જારી નિવેદન
ભૂસ્ખલન પછી, સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસ દ્વારા આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામને પાસ દ્વારા રસ્તો બનાવવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ સામગ્રી મુંડકાઈ સુધી પહોંચાડી શકાય.
કલેક્ટરની સરકારી કર્મચારીઓને આ સૂચના
વાયનાડ કલેકટરે સરકારી અધિકારીઓને તેમની કચેરીઓમાં હાજર રહેવા અને બચાવ અને રાહત પ્રવૃત્તિઓના સંકલનમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે. કલેકટરે જણાવ્યું છે કે પૂર્વ પરવાનગી વગર કોઈએ જિલ્લો છોડવો નહિ.
રાહુલ ગાંધી વાયનાડથી રહી ચૂક્યા છે સાંસદ
તમને જણાવી દઈએ કે વાયનાડ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો લોકસભા ક્ષેત્ર છે. આ વર્ષે (2024) પણ, રાહુલ ગાંધીએ રાયબરેલી તેમજ વાયનાડથી લોકસભા ચૂંટણી જીતી હતી, જોકે બાદમાં તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી.