2023 માં દેશમાં કેટલા થયા અબજોપતિ ?
દેશમાં લિસ્ટેડ કંપનીઓના અબજોપતિ બિઝનેસમેનોની સંખ્યા 2023 માં અંદાજે 21 ટકા વધીને 152 થઈ ગઈ હતી. ડિસેમ્બરના અંત સુધી એમની કૂલ નેટવર્થ 16 ટકા વધીને 858.3 અબજ ડોલરના નવા રેકોર્ડ ઊપર પહોંચી ગઈ હતી. 2022 માં આવા અબજોપતિઓની સંખ્યા 126 હતી. એમની કૂલ નેટવર્થ 739 અબજ ડોલર હતી.
દરમિયાનમાં રિલાયન્સના મુકેશ અંબાણી છલાંગ લગાવીને ફરી સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. 2022 માં આ યાદીમાં ગૌતમ અદાણી સૌથી ઉપર હતા પણ પાછલા વર્ષે અંબાણી એમને પછાડીને ફરી ટોચ પર પહોંચી ગયા છે. અંબાણીની નેટવર્થ 112.4 અબજ ડોલર રહી હતી.
જ્યારે અદાણીને 2023 માં હિંદનબર્ગ રિસર્ચ રિપોર્ટને લીધે ભારે નુકસાની થઈ હતી. એમની કંપનીના શેર પડી ગયા હતા. 2022 માં એમની નેટવર્થ 149.5 અબજ ડોલર હતી જે 2023 માં ઘટીને 106.63 ણ અબજ ડોલર થઈ ગઈ હતી.
આ ઉપરાંત જાણીતા બિઝનેસમેન અઝીમ પ્રેમજી અને શિવ નાદર, દિલીપ સંઘવી વગેરેની નેટવર્થમાં પણ વધારો થયો છે. જો કે મહત્વની વાત એ છે કે 2023 માં દેશના અબજોપતિ બિઝનેસમેનોની સંખ્યા ખૂબ વધી છે.