વફાદારી કે ચમચાગીરી ?: આતિશીએ બાજુમાં કેજરીવાલની ખાલી ખુરશી રાખી
ભગવાન રામ જયારે ૧૪ વર્ષ વનવાસમાં ગયા ત્યારે નાના ભાઈ ભરતે અયોધ્યાની ગાદી સંભાળવાનો ઇનકાર કર્યો હતો અને ભગવાન રામની ચરણપાદુકા લઈને સિંહાસન ઉપર રાખી હતી અને પોતે સેવક તરીકે સમય પસાર કર્યો હતો. આ ઘટનાની યાદ ત્યારે આવી જયારે દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી માર્લેના સિંઘે પોતાની ખુરશીની બાજુમાં એક ખાલી ખુરશી રાખીને એવી જાહેરાત કરી કે આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે અને જ્યાં સુધી કેજરીવાલ પાછા મુખ્યમંત્રી નહી બને ત્યાં સુધી આ ખુરશી અહી જ રહેશે. મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં બીજી ખાલી ખુરશી જોઇને ઘણાને આશ્ચર્ય થઇ રહ્યું છે.
ભાજપે આતિશીનાં આ નિર્ણયને ચમચાગીરી સાથે સરખાવ્યો છે. ભાજપે કહ્યું છે કે, આવો નિર્ણય લઈને આતિશીએ મુખ્યમંત્રી પદની ગરિમાને ઝાંખપ પહોંચાડી છે.