અધમતાની હદ : અંકલેશ્વરમાં 10 માસની બાળકી બની પાડોશીની હવસનો શિકાર
અંકલેશ્વર પંથકમાં ઘરના આંગણામાં રમતી બાળકી સાથે પાડોશીએ શારીરિક અડપલાં કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાનોલીમાં ઘરના આંગણામાં રમતી 10 માસની બાળકી પડોશીની હવસનો શિકાર બની હતી. પાડોશીએ બાળાને માર માર્યો હતો અને તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો.આ બાળકીને પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર ભોગ બનનાર ની માતા બાળકીને લઈ નજીકના રોસ્ટોરન્ટ માં કામ કરવા જતી અને ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતીય ૨૭ વર્ષીય દિપક કુમાર લાલબાબુ સીંગ બાળકીને ધણી વખત રમાડતો અને રમાડવા લઈ પણ જતો હતો.
ગઈકાલે સાંજના સમયે ભોગ બનનારની માતા રેસ્ટોરન્ટમાં કામ કરી રહી હતી તે દરમ્યાન નરાધમ દિપક કુમાર લાલબાબુ સીંગ બાળકીને રમાડવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઇ ગયો હતો અને તે દરમ્યાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી અને બાળકીના રડવાથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકી ભાગી ગયો હતો.
બાળકી ને માતા એ હાથમાં લેતા જ તેના ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઈજા હોય અને તેની સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની શંકાએ સૌ પ્રથમ નજીકના હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા બાળકી ઉપર દુષ્કર્મ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિ એ સામે આવતા પાનોલી પોલીસ મથકના પી.આઈ શિલ્પા દેસાઈએ ભોગ બનનારની માતા સાથે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભોગ બનનારની માતાની ફરિયાદ લઇ નરાધમ સામે બળાત્કાર,અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી બાળકી અને નરાધમનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે.
આ બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી હતી.