ઇઝરાયલના હુમલામાં લેબેનોનમાં કેટલા મોત થયા ? વાંચો
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. ઇઝરાયેલે સોમવારે લેબનોન પર મોટો હુમલો કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેનાએ હિઝબુલ્લાહની 300 જગ્યાઓને નિશાન બનાવી છે. જેમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા હવે આક્રમક બનાવી દેવાયા છે.
ઇઝરાયલ દ્વારા એવી ધમકી પણ અપાઈ હતી કે ક્યારેય ના અનુભવાયો હોય તેવો હુમલો સહન કરવાની લેબેનોને તૈયારી રાખવી પડશે. ઇઝરાયલના હવાઈ હુમલામાં અનેક ઇમારતો નષ્ટ થઈ ગઈ હતી અને કેટલીક ઈમારતોમાં આગ ફાટી નીકળી હતી.
આ પહેલા હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ પર 300 રોકેટ છોડવામાં આવ્યા હતા. આ હુમલાથી ઇઝરાયલમાં અનેક સ્થળે આગ લાગી હતી. જો કે જાનહાનિ થઈ નહતી.