YouTubeમાં આવ્યું મોટું અપડેટ : હવે Shortsમાં થંબનેલ એડિટ અને કસ્ટમાઇઝ કરી શકશો
યુ-ટ્યુબ ક્રીએટર માટે એક સારા સમાચાર આવ્યા છે. યુટ્યુબ દ્વારા એક મોટું અપડેટ લાવવામાં આવ્યું છે જેમાં હવે તમે શોર્ટ્સમાં થમ્બનેલ એડિટ કરી શકશો. YouTube એ તેના Shorts ક્રિએટર્સ માટે એક નવું ટૂલ લૉન્ચ કર્યું છે જે Android અને iOS બંને માટે છે. યુટ્યુબ શોર્ટ્સના આ નવા ટૂલની મદદથી શોર્ટ્સ વીડિયોના થંબનેલને પણ કસ્ટમાઈઝ કરી શકાય છે. યુટ્યુબ શોર્ટ્સના આ ફીચરની ઘણા સમયથી ડિમાન્ડ હતી પરંતુ તે હજુ સુધી રીલીઝ કરવામાં આવી નથી.
નવા અપડેટ પછી, યુઝર્સ ઇમોજી, ટેક્સ્ટ અને ફિલ્ટર્સ વગેરેની મદદથી YouTube Shorts ના થંબનેલને કસ્ટમાઇઝ કરી શકશે. સૌથી સારી વાત એ છે કે YouTube Shorts અપલોડ કર્યા પછી પણ થંબનેલ એડિટ અને કસ્ટમાઇઝ કરી શકાય છે.
આ ફીચરને લઈને યુટ્યુબે ક્રિએટર ઈનસાઈડ ચેનલ પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં આ ફીચરનો ઉપયોગ કરવા અંગેની માહિતી આપવામાં આવી છે. નવા અપડેટ પછી, યુઝર્સને ઉપરના જમણા ખૂણામાં એક વિકલ્પ મળશે જેના પર ક્લિક કરીને શોર્ટ્સની થંબનેલને બદલી શકાય છે.
આ થંબનેલ્સ સર્ચ, હેશટેગ, ઓડિયો અને પિવોટ પેજ પર દેખાશે. YouTube એ પણ કહ્યું છે કે YouTube Shorts માટે ટૂંક સમયમાં ઘણા નવા ફીચર્સ આવશે. તમને જણાવી દઈએ કે YouTube એ તાજેતરમાં પ્રીમિયમ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. હવે પ્લાનની શરૂઆતી કિંમત 149 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 129 રૂપિયા હતી.
