ગુજરાત કોંગ્રેસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારાશે : અલકા લાંબા
મહિલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ અલકા લાંબાએ કહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવશે અને ટૂંક સમયમાં ૧૦ હજાર મહિલાઓને સભ્ય બનાવાશે. આ મહિલાઓ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટે લડત ચલાવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ગીતા પટેલના શપથ સમારોહ સમયે તેમણે આવું નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, એક મહિલા પ્રત્યેક બુથ દીઠ ૧૦ સભ્ય બનાવે તો બુથ લેવલથી જ પક્ષની સ્થિતિ મજબુત બની શકે. ગુજરાતમાં લીડરશીપ ટ્રેઈનીંગ પ્રોગ્રામ પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. રાજ્યની મહિલાઓને પણ ન્યાય માટે કેમ લડવું તેની તાલીમ આપવામાં આવશે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ ગીતા પટેલે કહ્યું હતું કે, હું ગુજરાતમાં મહિલાઓનો અવાજ બનીશ અને અન્યાય સામે અવાજ ઉઠાવીશ.