આમાં સુવિધા ક્યાંથી વધે? રાજકોટ મહાપાલિકાના 1624 પ્લોટમાંથી 542 પ્લોટ દબાણગ્રસ્ત !
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલી બને એટલે તેમાં લોકોને અલગ-અલગ પ્રકારની જરૂરી સુવિધા મળી રહે તે માટે વિવિધ હેતુના પ્લોટ પણ પ્રાપ્ત થતા હોય છે. આ રીતે અત્યાર સુધીમાં તંત્રને 1624 પ્લોટ પ્રાપ્ત થયા છે પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ પ્લોટમાંથી 30% એટલે કે 542 પ્લોટ અત્યારે દબાણગ્રસ્ત હોવાનું ખુદ ટાઉન પ્લાનિંગ શાખા સ્વીકારી રહી છે !

તંત્રને અર્બન ફોરેસ્ટ, બસ સ્ટેશન, બસ સ્ટોપ, કોમર્શિયલ સેન્ટર, ડ્રેનેજ એન્ડ પમ્પીંગ સ્ટેશન, બગીચા, પ્લે ગ્રાઉન્ડ, ચીલ્ડન પાર્ક, આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, ડિસ્પેન્સરી, લાયબ્રેરી, માર્કેટ, મ્યુનિસિપલ સ્ટોર, પાર્કિંગ, પે એન્ડ પાર્કિંગ, પોલીસ સ્ટેશન એન્ડ ગાર્ડન, આવાસ યોજના, રહેણાક હેતુ, ઔદ્યોગિક હેતુ સ્કૂલ, સ્વિમિંગ પુલ, વોટર સ્ટોરેજ સહિતના હેતુ માટે અલગ-અલગ ક્ષેત્રફળના પ્લોટ પ્રાપ્ત થયા છે. જો કે લગભગ 542પ્લોટ જે હેતુ માટે મળ્યા છે તે સાર્થક થવાની જગ્યાએ અત્યારે ત્યાં રહેણાક અથવા તો કોમર્શિયલ દબાણ થઈ ગયાનું તંત્ર સ્વીકારી રહ્યું છે.
આ પણ વાંચો : રાજકોટના કોટેચા, જ્યુબિલી ચોક, રૈયા રોડ સહિતના 35 રસ્તે પથરાશે LED લાઈટના અજવાળા પથરાશે
અનામત હેતુના પ્લોટ હોય અને ત્યાં દબાણ જોવા મળે એટલે તુરંત તોડી પાડવાનું હોય પરંતુ ઘણાખરા દબાણો રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અથવા તો તેના નજીક રહેલા લોકો દ્વારા જ કરવામાં આવ્યા હોય તંત્રના બૂલડોઝરની ધાર ત્યાં બુઠ્ઠી થઈ જવા પામે છે. ઉપરોક્ત હેતુ પૈકી અમુક પ્લોટમાં જ તેનો મુળ હેતુ સાર્થક થવા પામ્યો છે આ ઉપરાંત 30% પ્લોટ દબાણગ્રસ્ત છે તો અનેક પ્લોટ પર હેતુ સાર્થક થઈ રહ્યો ન હોવાથી વેરાન પડેલા છે.
આ પણ વાંચો : Bihar Voter List Revision : મતદાર રિવિઝન પ્રક્રિયા પર હાલમાં કોઈ રોક નહી : સુપ્રીમ કોર્ટે ચુંટણી પંચને આપી રાહત
અનામત હેતુના સૌથી વધુ પ્લેટ વોર્ડ નં.11માં પ્રાપ્ત થયા છે જેની સંખ્યા ૩૨૫ છે પરંતુ ખંતપૂર્વક તપાસ કરાય તો અત્યારે મહત્તમ પ્લોટ પર દબાણ થઈ ગયા હોવાનું ધ્યાન પર આવ્યા વગર રહેશે નહીં. વળી, આ દબાણ એક-બે વર્ષથી નહીં પરંતુ ૨૫ વર્ષ જેવા લાંબા સમયથી ખડકાયેલા હોવાનું પણ જાણકારોએ જણાવ્યું હતું.
