GSSSBએ લીધેલી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાના પરિણામ પર શું આવી અપડેટ…વાંચો
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે. પ્રાથમિક પરિક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર કરવામાં આવશે. પસંદગી મંડળની 21 કેડરની 5554 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો.
3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી
આ ભરતીમાં 5.19 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી છે. 5554 જગ્યા માટે જાન્યુઆરી 2024માં ઓનલાઈન અરજી મંગાવાઈ હતી. જેમાં 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરીક્ષા લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમને ફી રિફંડની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુડ ન્યૂઝ એ છે કે, પરીક્ષામાં કોઈ ગેરરીતીનો બનાવ બન્યો નથી.
ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાશે
ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે 30 જૂન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રૂપ બી અને ગૃપ એનો સિલેબસ વેબસાઈટ પર મુકાયો છે તેમજ મેરીટ બનાવી પરિણામની જાહેરાત જૂલાઈમાં કરવામાં આવશે. ગ્રૂપ એમાં 1926 જગ્યાઓ સામે સાત ગણા એટલે કે 13482 ઉમેદવારોને મેરીટમાં સમાવાશે કરાશે. જ્યારે ગ્રૂપ બીમાં 3628 જગ્યા સામે 25396થી વધુ ઉમેદવારોને મેરીટમાં સમાવાશે.
