ડોનાલ્ડ ટ્રમ્પ ની સલામતી અને દીર્ઘાયુ માટે દિલ્હીમાં હિન્દુ સેના દ્વારા હવન
ટ્રમ્પના ભારતના ચાહકો હુમલાથી ચિંતિત
કાર્યકરોએ સવા લાખ મહામૃત્યુંજય જાપ કર્યા
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રગામી ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલી ગોળીબારની ઘટના થઈ ભારતમાં તેમના ચાહકો અતિ ચિંતિત છે.અમેરિકામાં અને ચર્ચમાં ગ્રંથના સમર્થકોએ સમૂહ પ્રાર્થનાનું આયોજન કર્યું તે રીતે ભારતમાં પણ દિલ્હી ખાતે હિન્દુ સેના દ્વારા ટ્રમ્પ ની સલામતી અને દ્રિઘાયો માટે ખાસ હવન કરવામાં આવ્યો હતો.
દિલ્હીના દિલશાદ ગાર્ડન વિસ્તારમાં આવેલ મા બગલામુખી શાંતિ પીઠ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. હિન્દુ સેનાના પ્રવક્તાએ આ યજ્ઞ પંપ ને હવે પછી કોઈ વધુ હુમલા ચારચાર નો સામનો ન કરવો પડે અને તેઓ દીર્ઘાયુ ભોગવે તથા સદા સલામત રહે એ માટે કર્યા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે ટ્રમ્પ ની સલામતી અને સ્વાસ્થ્ય માટે ખૂબ ચિંતિત છીએ અને તે માટે તેમના ઉપર ઈશ્વરની કૃપા રહે એ ખૂબ જરૂરી છે. હિન્દુ સેના ના કાર્યકરોએ 1.25 લાખ મહામૃત્યુંજય જાપ કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. યજ્ઞ સ્થળે ટ્રમ્પ ની તસવીરો રાખવામાં આવી હતી.
2020 માં ટ્રમ્પના વિજય માટે પણ યજ્ઞ કર્યો હતો.
2020 ની ચૂંટણીમાં ટ્રમ્પ અને વિજય મળે તે માટે પણ સમણેરી અંતિમ પાઘડી ગણાતી હિન્દુ સંસ્થાઓ દ્વારા દિલ્હી અને મુંબઈમાં યજ્ઞો કરવામાં આવ્યા હતા. દરમિયાન મતદાન બાદ ચૂંટણીના પરિણામો અંગે પ્રસારિત થયેલા એક ખોટા અહેવાલને સાચો માની હિન્દુ સેનાએ ટ્રમ્પના વિજયની દિલ્હી ખાતે ઉજવણી પણ કરી નાખી હતી. હિંદુ સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા વિષ્ણુ ગુપ્તાએ ટ્રમ્પ અને તેમના ઇસ્લામિક આતંકવાદ સામેના વિરોધ અને હિન્દુ અને પ્રેમને કારણે વિજય મળ્યો હોવાનું જણાવ્યું હતું. એ પહેલાં થયેલા યજ્ઞોમાં ટ્રમ્પ ની સાથે વડાપ્રધાન મોદી ની તસ્વીરો પણ રાખવામાં આવી હતી.