જમીન સંપાદનના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શું મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો ??
- -જમીન સંપાદનમાં વળતર ચૂકવાયા બાદ જમીન સંપાદન અધિકારી વળતર પરત ન લઈ શકે
જમીન સંપાદનના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જમીન સંપાદનની રકમની ચુકવણી થયા બાદ એવોર્ડ રિવ્યૂ કરી ખેડૂતોને 300 કરોડની રિકવરી માટે નોટિસ આપતા વલસાડ જિલ્લાના ખેડૂતોએ નોટિસને હાઇકોર્ટમાં પડકારી હતી . અરજદારનાં વકીલ આનંદ યાજ્ઞિકની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખતા ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, જમીન સંપાદનમાં વળતર ચૂકવાયા બાદ જમીન સંપાદન અધિકારી વળતર પરત ન લઈ શકે .
આ કેસમાં જમીન સંપાદન અધિકારીએ ખેડૂતોને ચૂકવેલી રકમમાં વિસંગતતા હોવાનું કહી અમુક રકમ પરત લેવા આપી નોટિસો ફટકારી હતી અને વલસાડના 2 ગામના 57 ખેડૂતોએ રિકવરી નોટિસને હાઇકોર્ટમાં પડકારી હતી.
નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીન માટે વળતર ચૂકવ્યું હોવાથી ઓથોરિટી જ ચેલેન્જ કરી શકે તેવું હાઈકોર્ટ એ નોંધ્યું હતું.એક વખત જમીન સંપાદનના નાણાં ચૂકવાયા બાદ જમીન સંપાદન અધિકારી વસૂલી ન કરી શકે તેવો હાઈકોર્ટે હુકમ કર્યો હતો મહત્વનું છે કે વર્ષ 2021માં એક્સપ્રેસ હાઇવે માટે સંપાદન કરેલી જમીનનું વળતર ચૂકવ્યા બાદ વર્ષ 2023માં રિકવરી માટે ખેડૂતોને નોટિસો અપાઈ હતી.ખેડૂતો નાણાં ન ચૂકવે તો ખેડૂતો પાસે બાકી રહેલી જમીનને ટાંચમાં લેવાની નોટિસ અપાઈ હતી .
જમીન સંપાદન અધિકારીની નોટિસને વલસાડના 2 ગામના 57 ખેડૂતોએ પડકારતા હાઈકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.57 ખેડૂતો પાસે 40 કરોડની રિકવરી માટે કાઢી નોટિસ કાઢી હતી .કુલ 300 કરોડની નોટિસ કાઢતા ખેડૂતો હાઈકોર્ટ પહોંચ્યા હતા. વર્ષ 2021માં ખેડૂતોને વળતર ચૂકવ્યા બાદ વર્ષ 2023માં વૃક્ષોની કિંમતમાં વિસંગતતાનું કારણ આગળ ધરી એવોર્ડ રિવ્યૂ કરવાનું શરૂ કરાયું હતું.ત્યારે અરજદારના વકીલ આનંદ યાજ્ઞિક એ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટે હુકમ આપતા કહ્યું કે એક વખત જમીન સંપાદનના નાણાં ચૂકવાયા બાદ જમીન સંપાદન અધિકારી વસૂલી ન કરી શકે તેવો હાઈકોર્ટે હુકમ કર્યો હતો અને આ હુકમ ની દુરોગામી અસરો થશે.