આજથી રાજકોટથી પ્રયાગરાજ મહાકુંભ ખાતે વોલ્વો બસનો શુભારંભ : ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓ આતુર
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યના અન્ય શહેરોના શ્રદ્ધાળુઓની માંગને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા આવતીકાલ તા. ૦૪/૦૨/૨૦૨૫થી અમદાવાદ સહીત નવીન ૫ વોલ્વો બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરૂ કરવામાં આવી હતી. જે અન્વયે મંગળવારે રાજકોટ બસપોર્ટ ખાતેથી સવારે ૭.૦૦ કલાકે મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રયાગરાજ (મહાકુંભ) જવા પ્રથમ વોલ્વો બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.
ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મહાકુંભમાં વોલ્વો બસના પેકેજના દર
અમદાવાદથી જતા પ્રવાસીઓને રૂ. 7800 ચુકવવાના રહેશે, સુરતથી રૂ. 8300નો ખર્ચ થશે તો વડોદરાથી રૂ. 8200નો ખર્ચ ચુકવવાનો થશે. રાજકોટથી રૂ. 8800 આપવાના રહેશે.
મુસાફરોને શું લાભ મળશે?
મહાકુંભના જનારા લોકોને સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે. શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે