રાજકોટની મારવાડી યુનિ.ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન: ગીતા રબારીના ડાયરાની થશે જમાવટ, જાણો વાઈબ્રન્ટ સમિટના કયા ડોમમાં શું હશે ?
રાજકોટના આંગણે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.તા.11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ની સાથે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન થશે. ત્યારે મારવાડી યુનિવર્સિટી ખાતે વિવિધ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં દરેક ડોમમાં તમને કઇંક અલગ જોવા મળશે ત્યારે ચાલો જાણીએ વાઈબ્રન્ટ સમિટના કયા ડોમમાં શું હશે?
ડોમ નં.1: `ગેટ વે ટુ ગ્લોબલ ગ્રોથ’ની થીમ પર જાપાનની મેટ્રો (જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન), ઉદ્યોગ અને ખાણ વિભાગ-ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ધોલેરા સર સહિતની વિગત આ આ ડોમમાં જાણવા મળશે સાથે સાથે બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ માટે રિવર્સ બાયર્સ-સેલર્સ મીટ પણ થશે.
ડોમ નં.2:`ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ અને ઈકોસિસ્ટમ’ની થીમ સાથે અહીં ટોરેન્ટ પાવર, પિક્સોન કંપની, પેરામાઉન્ટ, સનીફાઈ, રેડરેન સોલાર, કોસોલ વગેરેના સ્ટોલ્સમાં એનર્જી તેમજ ગ્રીન એનર્જી સહિતની બાબતો રજૂ કરાશે.
ડોમ નં.3: `હસ્તકલા ગ્રામ્ય અને એમ.એસ.એમ.ઈ.’ થીમના આધારે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર, ગૌ યોગ કેન્દ્ર, સિગ્નસ મોટર્સ વગેરેના સ્ટોલ રખાયા છે. આ ઉપરાંત `વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા સ્વદેશી હાટ અંતર્ગત વિવિધ સ્ટોલ્સ, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ સહિતનું નિદર્શન.
ડોમ નં.4: અવસરોના મહાસગરની થીમ સાથે અહીં એક મોટા જહાજમાં બંદર અને સમુદ્રી ક્ષેત્રના વિકાસની તકોનું નિદર્શન કરાશે. અહીં રિલાયન્સ ન્યુ એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વન્ય પ્રાણીઓના રાહત-બચાવ માટે વનતારા સહિતના સ્ટોલ્સ ઉપલબ્ધ છે.
ડોમ નં.5: એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન’ની થીમ સાથે અહીં ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એસ્સાર, ન્યારા એનર્જી, જ્યોતિ સીએનસી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિટા, ભારતીય શેરબજાર, નીરમા, બેન્ક ઓફ બરોડા, જે.કે.ટાયર્સ સહિતના સ્ટોલ્સ
ડોમ નં.6: પબ્લીક સેક્ટર પાવર હાઉસમાં રાજ્યના શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના સ્ટોલ્સ
વાઈબ્રન્ટમાં ગીતાબેન રબારીનો ડાયરો, રાસ-ગરબા, કથ્થક, હુડો સહિતની થશે જમાવટ
આજથી શરૂ થઈ બે દિવસ સુધી ચાલનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા કલાકાર ગીતાબેન રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોન્ફરન્સમાં ગુજરાતના વિવિધ 12 જિલ્લાઓમાંથી આવેલા 10 કલાવૃંદો મુખ્ય માર્ગ ઉપર ઢોલ-શરણાઈના નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ કલાકારો 11થી 15 જાન્યુઆરી દરમિયાન એક્ઝિબિશનમાં રાસ-ગરબા, હુડો, કથ્થક જેવી કૃતિઓ રજૂ કરી લોકસંસ્કૃતિનો પરિચય કરાવશે.
