રાજ્યના અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ : વલસાડનાં કપરાડામાં વરસાદ અને કરા પડ્યા
ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયું છે. ત્યારે ભાવનગરના સિંહોર પંથકમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. સિંહોર તાલુકાના અનેક ગામોમાં ભારે પવન અને કરા સાથે કમૌસમી વરસાદ શરુ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે ભાવનગર, બનાસકાંઠા અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વલસાડનાં કપરાડા તાલુકામાં વરસાદ અને કરા પડ્યા હતા તો બોટાદનાં વાતાવરણમાં અચાનક પલટો : ગાજવીજ બાદ અનેક વિસ્તારમાં વરસાદ સાથે કરા પડ્યા, ભારે પવનનાં કારણે એમ.ડી સ્કુલ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું.
આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયુ છે. હવામાન વિભાગે આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શામળાજી સહીત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ છે. રંગપુર, શામળપૂર સહિત વિસ્તારમાં વરસાદ છે, તો મોડાસાના ઈસરોલમાં પણ વરસાદી છાંટા પડ્યા છે.