પરિવારની કાર પ્રત્યે અતૂટ લાગણી !! ઢોલ નગારા સાથે શાસ્ત્રોક્ત વિધિ કરીને કારને આપી સમાધિ, વાંચો અમરેલીના ખેડૂતનો કિસ્સો
માણસ પાસે અતૂટ લાગણી હોય છે જેના સાથે રહે છે ત્યાં લાગણીના સબંધ બાંધી લે તે પછી કોઈ વ્યક્તિ હોય કે પ્રાણી હોય. રોજ તેની આદત પાડવા લાગે છે ત્યારે શું આવી જ લાગણી કોઈ નિર્જીવ વસ્તુ માટે હોય શકે ?? હા હોય શકે છે એક અજીબો ગરીબ કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે જેમાં ઢોલ નગારા સાથે સંતોની હાજરીમાં કારને પરિવાર દ્વારા સમાધિ આપવામાં આવી હતી. હજુ શ્વાનની સમાધિ વિશે અનેક વાત સાંભળી હશે પરંતુ કારની સમાધિ વાત સાંભળીન પણ આશ્ચ લાગે. હાલ આ લગણીસભર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના અમરેલીના જિલ્લાના લાઠી તાલુકામાં પાડશીંગા ગામની છે જ્યાં સંજય પોલારાએ પોતાની મનપસંદ અને લકી કારને સંતોની હાજરીમાં 15 હજાર મહેમાનોની હાજરીમાં સમાધિ અપાવી છે. ફોર વ્હીલ કારને ફૂલોથી સજાવવામાં આવી હતી. જ બાદમાં કાર ન જમીનમાં સમાધિ અર્પણ કરવા આખું ગામ ઉમટર્યું હતું. વિગતો મુજબ પાડરશિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ ફોર વ્હીલ ગાડી 2013/14 માં ખરીદી કરી હતી. આ તરફ ગાડી આવ્યા બાદ ખેડૂત સંજય પોલરાની પ્રતિષ્ઠા અને પ્રગતિ થઈ અને આ પ્રગતિ ફોર વ્હીલ ગાડીને કારણે થઈ હોવાથી ખેડૂત સંજય પોલરા માની રહ્યા છે. જેથી હવે પોતાની જૂની ફોર વ્હીલ ગાડી વેચવાને બદલે ફોર વ્હીલ કારને સમાધિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

15 હજાર મહેમાનોને આમંત્રિત કરી અપાવી સમાધિ
ખેડૂત સંજય પોલારાએ પોતાની કારને સમાધિ અપાવી ત્યાં તેનું સ્મારક બનાવવાનું નક્કી કર્યું. ગાડીના સમાધિના પ્રસંગે ખેડૂતે 15 હજાર જેટલાં મહેમાનોને પણ તેડાવ્યાં હતાં. આ દરમિયાન સંપૂર્ણ વિધિ મુજબ પૂજા કરવામાં આવી અને ગામમાં ખૂબ જ ધામધૂમથી વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાડીની સમાધિ માટે સંતોને પણ બોલાવવામાં આવ્યા હતાં. ગાડીને સમાધિ અપાવતા પહેલાં ખેડૂતે તેને ફૂલોની માળાથી શણગારી અને અંતિમ સંસ્કાર પહેલાં જે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાડીને સમાધિના ખાડામાં નીચે ઉતારવામાં આવી અને તેની ઉપર બુલડોઝર વડે માટી નાંખવામાં આવી.

આ અનોખા આયોજનમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની જેમ વિધિથી કારને જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતના સંબંધી અને અન્ય લોકો અમદાવાદ,સુરત અને આસપાસના વિસ્તારમાંથી સામેલ થવા માટે પહોંચ્યા હતા. અમરેલીના પાડરસિંગા ગામની ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.