વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના અણિયારા ગામે વાડીમાં રહેતા મજૂર પરિવારનો બે વર્ષના પુત્રનું પાણીની કુંડીમાં પડી જતાં કરૂણ મોત નીપજ્યું છે. અણીયારા ગામે વિપુલભાઈની વાડીએ રહેતા શંભુભાઈ મેડાના પુત્ર કાળુ (ઉં.વ.02) ગઈ કાલ વાડીમાં રમતો હતો. ત્યારે રમતા-રમતા તે અકસ્માતે પાણીની કૂંડીમાં પડી ગયો હતો.બાળક કલાક સુધી માતા પિતાને જોવા ન મળતા તેઓએ બાળકની શોધ કરી હતી. અને કુંડીનું ઢાંકણું ખુલ્લું જાણી તેમાં ડોકિયું કરતા બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.અને કોઈએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસના પીએસઆઇ ધરજીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને બાળકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવથી પરિવાર શોકમાં ગરક થયો છે.