Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દેશમાં નકલી ડોક્યુમેન્ટનું રેકેટ ચલાવનાર બે માસ્ટર માઈન્ડ ઝડપાયા

Fri, November 10 2023

સુરતમાંથી પકડાયેલ રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ઈકો સેલનો કર્ણાટક અને આસામમાં દરોડો: એસીપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમની કામગીરી

સુરતમાં ઈકો સેલે નકલી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના મહત્વના બોગસ દસ્તાવેજો બનાવી આશરે ૩ લાખથી વધુ આવા બોગસ દસ્તાવેજો બનાવવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં ઈકો સેલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ પ્રકરણના સૂત્રધાર ફરાર હોય જે અંગે તપાસ કરી રહેલા ઈકો સેલના એસીપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે આસામ અને કર્ણાટકના બે માસ્ટર માઈન્ડને ઝડપી લીધા છે. આ બન્ને શખસો ઓનલાઈન માધ્યમથી બોગસ દસ્તાવેજો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફટવેરનું વેચાણ કરતા હતા અને દેશવ્યાપી આવા બોગસ ડોક્યુમેન્ટનો કારોબાર ચલાવતા હતા.


ભારતમાં મોટાભાગે નાગરિક તરીકે ઓળખમાં ઉપયોગમાં લેવાતા આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ અન્ય મહત્વના દસ્તાવેજો જેવા કે ડ્રાઈવિન લાયસન્સ તેમજ ચૂંટણીકાર્ડનું ઓનલાઈન ડુપ્લીકેટ વેચાણનું મોટું રેકેટ સુરત ઈકો સેલે ઝડપી પાડ્યું હતું જેમાં દેશભરમાં આશરે ૩ લાખથી વધુ આવા નકલી ડોક્યુમેન્ટ ઈસ્યુ થયાનો પર્દાફાશ થયો હતો જેમાં આવા ખોટા ડોક્યુમેન્ટ બનાવનાર રાજસ્થાનના સોમનાથ પ્રમોદકુમાર, યુપીના પ્રેમસિંગ ધરમવીરસિંગ ઠાકુરની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં આ કૌભાંડ ચલાવનાર તરીકે આસામના અમિરૂલ હક ખાન ચલાવતો હોવાનું અને તે બાંગ્લાદેશની બોર્ડર નજીક રહેતો હોય તેને પકડવા માટે ટીમ મોકલવામાં આવી હતી અને સુરત ઈકો સેલે ગુપ્ત ઓપરેશન પાર પાડી અમીરૂલ હક ખાન રૂકુનઉદીનની ધરપકડ કરી હતી.

આ પ્રકરણમાં તેની સાથે કર્ણાટકનો પૃથ્વી સાગર ધનંજયાની સંડોવણી પણ ખુલી હતી. તે અમિરૂલ હક સાથે જોડાઈને કામ કરતો હતો. આ બન્ને શખસોને પકડ પાડવામાં આવ્યા હતા અને આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો માસ્ટર માઈન્ડ બાંગ્લાદેશ નજીક રહેતો અમિરૂલ હક અને પૃથ્વી સાગર બન્ને આ નકલી ડોક્યુમેન્ટ બનાવવાના સોફ્ટવેરનું વેચાણ કરતા હોય બન્નેને પકડી લઈ દેશવ્યાપી ફેલાયેલા બોગસ ડોક્યુમેન્ટના કારોબાર ઉપર ઈકો સેલે રોક લગાવી દીધી છે.


સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાથે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલ તેમજ ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઈકો સેલના એસીપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર રેકેટના મુળ સુધી પહોંચીને કાર્યવાહી કરી હતી.

એનઆઈએ અને એનએસએ અજીત ડોભાલે આ કૌભાંડમાં તપાસ કરી’તી
હાલના સમયમાં ભારતમાં નાગરિક તરીકેની ઓળખમાં જે દસ્તાવેજોનો ઉપયોગ થતો હોય તેવા દસ્તાવેજ નકલી બનાવવાના રેકેટનો ઈકો સેલે પર્દાફાશ કર્યો હોય, આવા નકલી ડોક્યુમેન્ટનેો દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ ઉપયોગ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સુરત ઈકો સેલે પકડી પાડેલા આ દેશવ્યાપી નેટવર્કની જાણ તમામ એજન્સીઓને કરવામાં આવી હોય કેન્દ્ર સરકાર દ્વારા એનઆઈએની સ્પેશિયલ ટીમને સુરત મોકલવામાં આવી હતી તેમજ આ કૌભાંડમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ આ દેશવિરોધી પ્રવૃત્તિના કૌભાંડની જાતે તપાસ કરી હતી અને કામગીરી કરનાર સુરતની ઈકો સેલને અભિનંદન આપ્યા હતા.

Share Article

Other Articles

Previous

તહેવારોમાં રાજકોટનો ઈશ્વરિયા પાર્ક સવારે ૮થી સાંજે ૮ સુધી ખુલ્લો રહેશે

Next

બેન્કો સોમવારે શરૂ રહેશે, જ્યારે કચેરીઓમાં કામગીરીનો કાલે છેલ્લો દિવસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
13 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
13 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
14 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
14 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

અર્થ વ્યવસ્થા માટે માઠા સમાચાર :GDP વૃદ્ધિમાં ઘટાડો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતમાં વિમાની મુસાફરીનો રેકોર્ડ : એક દિવસમાં ૫ લાખથી વધુ લોકોએ કરી મુસાફરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Vanvaas Official Trailer ; બાગબાન જેવી ફિલ્મ લઈને આવ્યા ગદરના ડાયરેક્ટર : ‘વનવાસ’ની સ્ટોરી ઈમોશનલ કરી દેશે  
Entertainment
1 વર્ષ પહેલા
અબ કી બાર ટ્રમ્પ સરકાર : ભવ્ય બહુમતી મેળવી ટ્રમ્પ બન્યા અમેરિકાના 47 માં પ્રમુખ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર