પોરબંદરનાં કલેકટર સહિત વધુ 10 IAS અધિકારીઓની બદલી
ગાંધીનગર
રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત છે. માહિતી મુજબ, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે.નૈમેશ દવેની વલસાડ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રતનકંવર ગઢવીચારણની સાબરકાંઠા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. શ્વેતા તેવટીયાની GUVNL નાં ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.સુજીત ગુલાટી ભાવનગર મનપાના કમિશનર બન્યા છે.
ઉપરાંત, પોરબંદરના કલેકટર કે.ડી. લાખાણીની લેબર ડાયરેક્ટર તરીકે, એસ.કે.મોદીની નર્મદા કલેક્ટર તરીકે, એસ.ડી.ધાનાણીની પોરબંદર કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે એન.વી.ઉપાધ્યાયને રજિસ્ટ્રાર સહકાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. લલિત સંધુ સમગ્ર શિક્ષા અભિયાનનાં ડાયરેક્ટર નિમાયા છે. હેન્ડલુમ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ પણ સંધુને સોંપવામાં આવ્યો છે. જ્યારે, બી.જે. પટેલની ગાંધીનગર DDO તરીકે બદલી કરવામાં આવી છે.