ગુજરાત-અમેરિકા વચ્ચેનો વેપાર મજબૂત થશે: એમ.ઓ.યુ થયાં
આંતરરાષ્ટ્રીય બિઝનેસ ફોરમ અને ઈંડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ગ્રેટર વચ્ચેના કરારમાં સ્ટાર્ટઅપને વેગ આપવા અને કંડલા, પીપાવાવ, મુન્દ્રા પોર્ટના વિકાસ માટે પણ હ્યુસ્ટન પોર્ટ સાથે એમ.ઓ.યુ: ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત સાથે રૂબરૂ મુલાકાત
ગુજરાતના બિઝનેસ મોડલ હવે વિશ્વ ફલક પર છવાશે. તાજેતરમાં અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ગ્રેટર હ્યુસ્ટન વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે જેના લીધે ગુજરાતના સ્ટાર્ટઅપ માટે નવી તક ઉભી થશે. ભારત અને અમેરિકા વચ્ચેનાં વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવશે આ એમ.ઓ.યુ. અમદાવાદની હયાત હોટલ ખાતે થયેલા આ એમઓયુમાં કંડલા, પીપાવાવ, મુન્દ્રા પોર્ટના વિકાસ માટે પણ હ્યુસ્ટન પોર્ટ ઓથોરિટી સાથે પણ કરાર કરવામાં આવ્યા છે.
ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના હિરેન ગાંધીએ વોઇસ ઓફ ડે સાથે વાત કરતા કહ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશનો બિઝનેસ યુએસ સાથે મજબૂત બને તે દિશામાં અમારા પ્રયાસો ચાલુ છે. તાજેતરમાં વિયેટનામની હોટેલમાં ગુજરાતી ફૂડ ને પ્રોત્સાહન આપી કરાર કરનાર હિરેન ગાંધી અને તેમનું આ ફોરમ અલગ અલગ દેશની બે કોમ્યુનિટી નજીક આવે અને વેપારની તકો વધે તે માટે આ એમ.ઓ.યુ.કરવામાં આવ્યા છે.
ગુજરાત અને અમેરિકાના વેપાર- વાણિજ્યની વેગ આપવા માટે ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના રાજીવ ભાવસાર અને જગદીપ અહુલવાલીયા બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે જ્યાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના હિરેન ગાંધી અને હોદ્દેદારો સાથે મળીને આ એમઓયુ થયા હતા.
ત્યારબાદ આ પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતને પણ મળ્યા હતા જ્યાં ગુજરાત અમેરિકા વચ્ચે ના બિઝનેસ સંબંધોને વધુ કઈ રીતે મજબૂત બનાવી શકાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મુલાકાતમાં ડોક્ટર અવનિકા રાવ, મહેન્દ્ર પટેલ દિગંત સોમપુરા પણ જોડાયા હતા.