Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

7 અપક્ષ વિજેતાઓમાંથી બે જેલમાં

Fri, June 7 2024

એક ભાગલાવાદી અને બીજો ખાલીસ્તાનવાદી

લોકસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોની હરીફાઈઓ વચ્ચે પણ સાત અપક્ષ ઉમેદવારો વિજય થયા છે. તે પૈકીના બે ઉમેદવારો જેલમાં બેઠા ચૂંટણી જીતી ગયા છે. વિજેતાઓ પૈકીનો એક ઇન્દિરા ગાંધીના હત્યારા બિયંત સિંઘનો પુત્ર પણ છે. લોકશાહીમાં અંતે તો જનતા જનાર્દન જ પોતાના પ્રતિનિધિ છૂટે છે પરંતુ દેશની એકતા અને અખંડિતતા માટે ખતરા રૂપ પાત્રો પણ ચૂંટાઈ આવે છે એ પણ લોકશાહીની બલિહારી જ છે. આ અપક્ષ વિજેતાઓ પેકીનો ખાલીસ્તાનવાદી આતંકી અમૃતપાલ સિંહ આસામની દીબ્રુગઢ જેલમાં છે જ્યારે કાશ્મીર નો ભાગલાવાદી અબ્દુલ રસીદ શેખ આર જેલમાં છે. બેમાંથી કોઈ પ્રચાર કરવા માટે પણ બહાર નહોતા આવી શક્યા અને તેમ છતાં એ બંને લાખો મતની સરસાઈથી વિજેતા થયા છે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા લદાખની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સામે મોહમ્મદ હનીફાનો વિજય પણ ચોંકાવનારો મનાઈ રહ્યો છે. દમણ અને દીવની બેઠક ઉપર ત્રણ વખત ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટાયા બાદ આ વખતે અપક્ષ તરીકે લડીને વિજેતા થયેલા ઉમેશ બાબુભાઈ પટેલ સામે 14 ક્રિમિનલ કેસ છે.તો પંજાબની ખરીદ કોર્ટ ની બેઠક પર ઇન્દિરા ગાંધીના હત્યારા ડીઅંતસિંગ નો પુત્ર સબરજીત સિંઘ ખાલસા ચૂંટાઈ આવ્યો છે. સબરજીત અલગ શીખ રાજ્યનો હિમાયતી છે.

બારામુલ્લામાં અબ્દુલ શેખ સામે ઓમર અબ્દુલ્લા નો પરાજય

370 મી કલમ દૂર કર્યા બાદ કાશ્મીરમાં આતંકવાદ અસ્તાચળ ઉપર છે અને આમ પ્રજા પણ મુખ્ય પ્રવાહ સાથે ભળી રહી છે એવા દાવા વચ્ચે બારામુલ્લાની બેઠક ઉપર ભાગલાવાદી પરિબળોને ટેરર ફંડિંગ કરવાના આરોપસર એનઆઇએ એ જેની ધરપકડ કરી છે એ એન્જિનિયર અબ્દુલના નામે ઓળખાતા અબ્દુલ રશિદ શેખનો જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોર્પોરેશનના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાહ સામે 2.4 લાખ મતની જંગી સરસાઇથી વિજય થયો છે.

દેશના ભાગલા પાડવા માટે ઉત્સુક આ શખ્સને 4.72 લાખ મત મળ્યા. અબ્દુલ રશીદ રાજકારણમાં આવ્યો તે પહેલા કન્સ્ટ્રક્શન એન્જિનિયર હતો અને એટલે એન્જિનિયર રશીદ તરીકે ઓળખાય છે. તેણે જમ્મુ એન્ડ કાશ્મીર આવામી ઈતેદાહ પક્ષની સ્થાપના કરી હતી અને 2008 અને 2014ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયો હતો. જોકે 2019 માં લોકસભાની ચૂંટણીમાં તેને પરાજય મળ્યા બાદ એન આઇ એ દ્વારા તેની ટેલર ફંડિંગના આરોપસર યુએપીએ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે તિહાર જેલમાં છે. નોંધનીય છે કે કાશ્મીરના રાજકારણમાં નેશનલ કોન્ફરન્સના મુળિયા ખૂબ ઊંડા છે. ઉમર અબ્દુલાહની ગણના કાશ્મીરના ઉદાર મતવાદી નેતા તરીકે થાય છે. તેની સામે પણ જેલમાં બેઠા બેઠા એક ભાગલાવાદી પાત્રને મળેલો વિજય ચિંતા નું કારણ બની રહેવો જોઈએ.

ખાલિસ્તાની અમૃતપાલ પ્રજાની નજરમાં હીરો

પંજાબમાં ખાલીસ્તાનવાદીઓની પ્રચંડ તાકાત નો પરચો આ ચૂંટણીના પરિણામમાં મળ્યો છે. પંજાબની ખાદૂર સાહેબ બેઠક પરથી આતંકવાદી અમૃતપાલ સિંહનો વિજય ખતરાની ઘંટી સમાન છે. પંજાબમાં ખુલ્લેઆમ ખાલીસ્તાની પ્રવૃત્તિઓ આચરનાર અમૃતપાલ સિંહ નવા ભીંદરાણવાલે તરીકે ઉભરી આવ્યો હતો. સિદ્ધુ મુસે વાલાના પક્ષ વારીસ પંજાબ દે નો કબજો લઈ લીધા બાદ તેણે આખા પંજાબમાં કુચ કરી હતી. તેમાં ખાલીસ્તાનના સમર્થનમાં ખુલ્લેઆમ હથિયારધારી અનુયાયીઓ સૂત્રોચારો પોકારતા હોય એ દ્રશ્યો રોજિંદા બની ગયા હતા. અમૃતસરમાં અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોએ પોલીસ મથકનો કબજો લઈ લીધો હતો. બાદમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એજન્સીઓએ તેની ધરપકડ માટે આખા પંજાબમાં દરોડા પાડ્યા હતા. તેની ધરપકડ બાદ તેને અને તેના સાગરીતોને પંજાબથી દૂર આસામની દીબૃગઢ જેલમાં મોકલી અપાયા છે. તેની ધરપકડ સાથે જ ખાલિસ્તાનવાદી તત્વોનું જોર નબળું પડી ગયું હોવાનું માનવામાં આવતું હતું પરંતુ અમૃત પાલ સિંહ ના વિજયે એ ભ્રમ તોડી નાખ્યો છે. જેલમાં બેઠા તેનો કોંગ્રેસના ઉમેદવાર કુલવીર સિંઘ જીરા સામે 1.97 લાખ મતથી વિજય થયો તે ઘટના દેશની એકતા અને અખંડિતતા સામે જોખમ સમાન ગણાવી જોઈએ.

Tags:

apaxELECTION 2024loksabha election

Share Article

Other Articles

Previous

હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોનાં મોત

Next

દિલ્હીનું રાજકીય હવામાન : તડ-જોડ અને લોભ-લાલચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
6 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
7 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
7 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

‘એક્સ-રે પોલેરીમેટ્રી મિશન’ : બ્લેક હોલના રહસ્યો શોધશે ISRO, જાણો ક્યારે લોન્ચ કરવામાં આવશે મિશન ?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિકાસના અવરોધતા પરિબળો દૂર કરવા આજથી સોમનાથમાં ચિંતન શિબિર
ગુજરાત
7 મહિના પહેલા
ચોમાસાનો વિધિવત પ્રારંભ : કેરળમાં મેઘરાજાની એન્ટ્રી, મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી, ત્રણ રાજ્યમાં રેડ એલર્ટ
ઇન્ટરનેશનલ
3 સપ્તાહs પહેલા
પોલીસ તમારી સાથે તોછડાઈ ભર્યું વર્તન કરે તો 14449 પર ફોન કરી ફરિયાદ કરો
રાજકોટ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર