સૌરાષ્ટ્ર – કચ્છને SMEs ના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા “મિશન સૌરાષ્ટ્ર – કચ્છ વિકાસ” ના ભાગ રૂપે SVUM-2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો તા. ૧૧ માર્ચે પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટમાં NSIC ગ્રાઉન્ડ, આજી વસાહત, અમૂલ સર્કલ, 80 ફૂટ રોડ ખાતે શરુ થઇ રહેલો આ વેપાર મેળો ત્રણ દિવસ ચાલશે તેમ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળનાં પ્રમુખ પરાગ તેજુરાએ પત્રકારોને જણાવ્યું હતું.
આ વેપાર મેળાનું ઉદ્ઘાટન સ્વામી પરમાત્માનંદજી કરશે. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણી, દિલીપભાઈ સંઘાણી, રોહિત સોની , જય શાહ, ડો. દર્શિતાબેન શાહ,ડો. રોડ્રિગ જ્યુડીકેલ, ડૉ .હેમાંગ વસાવડા , અજહ્ન પ્રશીલ રત્ન ગૌતમ વગેરે ઉપસ્થિત રહેશેઆ મેળા માં 90 થી વધુ કંપનીઓ ભાગ લઇ રહેલ છે. સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમી ને પણ સ્ટોલ્સ ફાળવવામાં આવેલ છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ લગભગ 100 જેટલા વિદેશી બિઝનેસમેન અને વુમન ભાગ લેશે જેમાં મુખ્યત્વે એગ્રીકચર ઇક્વિપમેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ્સ, સબમર્સીબલ પમ્પ્સ, અને ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટ્સ, બિલ્ડીંગ મટીરીઅલ અને મશીનરી, કેમિકેલ, કન્ફેશનરી, કોસ્મેટિક, કોસ્મેટિક અને બ્યુટીકેર, એન્જિનિયરિંગ એસેસરીઝ, ફૂટવેર, ફર્નિચર , હર્બલ પ્રોડક્ટ્સ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સ, હાઉસહૉલ્ડ આઇટમ્સ, ઇરીગેશન અને વૉટર સિસ્ટમ, જ્વેલરી અને લાઈફ સ્ટાઇલ, કીટચનવેર, કિચન ઇક્વિપમેન્ટ્સ અને વાસણો, મેડિકલ ટુરિઝમ , માઇનિંગ અને ડ્રિલિંગ, પેકેજીંગ , પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર, પર્ફ્યુમ્સ, ફાર્મા અને હેલ્થકેર, પ્લમ્બિંગ, રિન્યુએબલ એનર્જી, સ્પાઈસીસ, સ્ટેશનરી, સર્જીકલ ઇક્વિપમેન્ટ્સ એન્ડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ , સોલાર અને પાવર, ફિશિંગ, હેન્ડિક્રાફ્ટ્સ, ફેશન બુટીક્સ વગેરે પ્રોડક્ટ્સ ની ખરીદી માટે આવી રહ્યા છે.
ત્રિદિવસીય વેપાર મેલા દરમ્યાન વિવિધ સેમિનાર થશે જેમાં, તારીખ 11, 3 વાગે સ્ટાર્ટઅપ સેમિનાર, તારીખ 12 સવારે 10 થી 1 ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ટુરિઝમ ચિંતન શિબિર, તારીખ 13 સવારે 10 વાગે ખેડૂત સંમેલન જેમાં આફ્રિકામાં ખેતી, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી ઉપર માર્ગદર્શન અપાશે.
સિલોન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિલ્ડરર્સ શ્રીલંકા નું 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ રાજકોટ ખાતે તારીખ 11થી 13 માર્ચ 2025 દરમ્યાન યોજાનારા એસ,વી,યુ,એમ 2025 આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા ભાગ લેવા આવી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ તેમની બિલ્ડીંગ મટીરીયલ્સ, મશીનરી સહીત ની તમામ જરૂરિયાતો કે જે અત્યાર સુધી ચાઈનાથી ખરીદી કરતુ હતું તે ભારત તરફ વળી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ સીરામીક, સેનેટરીવેર, હાર્ડવેર, બાથ ફિટેટિંગ, કન્સ્ટ્રક્શન મશીનરી, લિફ્ટ, પ્લમ્બિંગ સહિતની કન્સ્ટ્રક્શન ને લગતી તમામ પ્રોડક્ટ્સ માં રસ ધરાવે છે જે સૌરાષ્ટ્ર માટે એક મોટી વ્યાપારી તક લઈને આવે છે.