આને કહેવાય સોનાનો ખજાનો !! શેર સોદાગરના ફ્લેટમાંથી 107 કિલો સોનું, 1.37 કરોડ કબજેઃ મુંબઇ તરફ તપાસ પહોંચી
અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીના આવિષ્કાર એપાર્ટમેન્ટ-૩ના ફ્લેટ નં.૧૦૪માં ગઈકાલે ડીઆરઆઈ (ડિરેક્ટોરેસ્ટ ઓફ એવન્યુ ઈન્ટેલિજન્સ) તથા ગુજરાત એન્ટિટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ) દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં મળેલા એક અબજથી વધુના સોના, ઝવેરાત અને રોકડના ખજાનામાં આજે એટીએસ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકમાં ૧૦૭.૫૮ કિલો સોના-ઝવેરાત તથા ૧,૩૭,૯૫,૫૦૦ની રોકડ કરોડોની કિંમતની ૧૧ મોંઘી લકઝરીયસ કાંડા ઘડિયાળ નીકળી છે. વિદેશી માર્કાવાળા સોનાના ગોલ્ડ બાર્સ અને ઘડિયાળોને લઈને વિદેશથી દાણચોરી થઈ હોઈ શકેની શંકા વ્યક્ત કરાઈ છે.
અમદાવાદમાં એટીએસ, ડીઆરઆઇના સંયુક્ત ઓપરેશનમાં એક અબજથી વધુની માલમત્તા મળી
મુંબઈના શેરઓપરેટર ડબ્બા ટ્રેડિંગ ધંધાર્થી ભેજાબાજ પિતા-પુત્ર મેઘ મહેન્દ્ર શાહ બન્નને હજુ હાથ આવ્યા નથી. બન્ને પકડાયા બાદ કરોડોની માલમત્તા બાબતે તેમજ અન્ય પણ કેટલાક ઘટસ્ફોટ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ આજે મીડિયા સમક્ષ સમગ્ર ઓપરેશન બાબતે વિગતો જાહેર કરી હતી. ફ્લેટ મુંબઈના મેઘ શાહ દ્વારા ભાડે રખાયો હતો. ફફ્લેટ મહત્તમપણે બંધ જ રહેતો હતો. ક્યારેક ખુળે અને ત્યાંની ચહલપહલ શંકાસ્પદ હતી. બેગ કે આવી વસ્તુઓ લઈને વ્યક્તિ આવે અને નીકળી જતા હતા. જે આધારે એટીએસ દ્વારા ડીઆરઆઈને સાથે રાખીને ઓપરેશન હાથ ધરાયું હતું.
બઈના ભેજાબાજ શેર ઓપરેટર પિતા-પુત્ર હાથમાં આવ્યા બાદ થશે નવા ઘટસ્ફોટ
ફ્લેટ બંધ હતો. ફ્લેટ ભાડે રાખનારના નજીકના સગા, બહેનનો સંપર્ક કરીને ફ્લેટના લોક ખોલાયા હતા. અંદર તલાસી લેતા અવેધ કહેવાય એટલા સોનાનો ખજાનો, રોકડ મળી આવી હતી. જે આજે વિગતવાર જાહેર કરાતા ૮૭.૯૨૦ કિલો ગોલ્ડ બાર્સ ((બસ્કીટ-લગડી) તેમજ ૧૯,૬૬૩ કિલો સોનાના ઘરેણા ઝવેરાત, ૧૧ મોંથી પડિયાળ અને ૧.૩૭ કરોડની રોક્ડ મળી હતી.
ફ્લેટ પર ઓપરેશન સમયે હાજર ફ્લેટ ભાડે રાખનાર મુંબઈના રહેવાસી મેઘ મહેન્દ્ર શાહના સત્રા, સંબંધીઓ કરોડોની અસ્કયામતોના કોઈ આધાર-પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા. ફોરેન માર્કાવાળું સોન તથા વિદેશી ઘડિયાળો હોવાથી કસ્ટમ એક્ટની કલમ ૧૨૩ હેઠળ વધુ તપાસ માટે ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદમાં શેર ઓપરેટરના ફ્લેટમાંથી પ્રથમ વખત આવડો મોટો મુદ્દામાલ મળ્યો છે.
કરોડોનું સોનુ કોનું, હોરેનથી સોનુ ખરીદાયું હતુંકે ભારતમાં મુંબઈ કે અન્યત્ર સ્થળેથી આવું ફોરેન માર્કાવાળી સૌનાની લગડીઓ લેવાઈ હતી ?
વિદેશની અતિ કિંમતી પડિયાળો પણ હોવાથીમુંબઈના ડબ્બા ટ્રેડિંગ કરનાર શેર સોદાગરપિતા-પુત્ર વિદેશ ટૂર કરીને સૌનુ પડિયાળોત્યાંથી ખરીદ કરીને લાવ્યા હતા? દાણચોરીનીમાલમત્તા છે કે કેમ ? શેર ડબ્બાની આડમાંસ્મગલિંગ કે આવો ધંધો છે કે કેમ ? સહિતનાઅન્ય મુદ્દાઓ પર ડીઆરઆઈએ તપાસ કેન્દ્રીત કરી છે.
તપાસ ટીમોએ વોન્ટેડ પિતા-પુત્રને શોધવા મુંબઈ તરફ ઠૌર લંબાવ્યો છે. બન્ને હાથમાં આવ્યે કરોડોની કિંમતના ફોરેન માર્કવાળા સોના તથા ઘડિયાળો બાબતે તેમજ અન્ય કોઈ ભાગીદારો કે કોઈની અમદાવાદના લોકલની પણ સંડોવણી છે કે કેમ ? સહિતની બાબતોના ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે.
ત્રણ કરોડની કિંમતની કાંડા ઘડિયાળ મળી

શેરબજારના ધંધામાં કરોડોપતિ બનેલા મુંબઈના પિતા-પુત્ર મેઘ મહેન્દ્ર શાહના લખલૂંટ કમાણીમાં શોખ પણ શાહી હોવાનો અંદાજ છે. જે રીતે રેઈડ કરનાર એજન્સી એટીએસ, ડીઆરઆઈને ઘડિયાળો મળી તે જોઈને થોડી ક્ષણો તો અધિકારીઓ પણ ચકિત થઈ ગયા હશે. ત્રણ કરોડની વિદેશી ૧૧ ઘડિયાળો મળી છે. સોનાના ઘરેણાઓમાં જુગાર શોખીને જે રીતે પ્લેકાર્ડના સિમ્બોલવાળા ઘરેણા બનાવે તેવા ઘરેણા પણ નીકળ્યા છે.
કરચોરીની કુંડળી તપાસશે ઇન્કમટેક્સ
અમદાવાદમાંથી કરોડો રૂપિયાનાં ગોલ્ડ પ્રકરણમાં ઇન્કમટેક્સ વિભાગને રિપોર્ટ થતાં હવે આઈ.ટી.દ્વારા શેરબજારનાં સોદાગરની કરચોરીની કુંડળી ખોલવામાં આવશે. પાલડીના ફ્લેટમાંથી રાજ્યમાં પ્રથમવાર આટલી મોટી રકમનું સોનું અને રોકડ ડી.આર.આઈ. અને એટીએસએ ઝડપી લીધું હતું. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ દ્વારા કાળા નાણાંને ધોળા કરવાનો કારોબાર ચાલતો હતો તેમાં અમદાવાદ અને રાજ્યના અનેક મોટા માથાંઓનાં નામ પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ હોવાથી ઇન્કમટેક્સને તપાસ માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે.હવે આઇટી ની વિગ ટૂંક સમયમાં ઇન્વેસ્ટીગેશન શરૂ કરશે.