Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આ ભાઈએ તો મૂર્ખાઈની હદ વટાવી ! એક નહીં, પાંચ વખત OTP આપ્યા’ને ગુમાવ્યા 5.62 લાખ

Wed, April 9 2025
  • મૂર્ખાઈની હદઃ એક નહીં, પાંચ વખત OTP આપ્યા’ને ગુમાવ્યા 5.62 લાખ
  • બેન્કો મેસેજ-ફોન સહિત દરેક માધ્યમથી કહે છે કે તેના દ્વારા ક્યારેય ઓનલાઈન કેવાયસી અપડેટ કરાતું નથી આમ છતાં બાંધકામના વ્યવસાયિકના ધ્યાન પર આ વાત ન આવી
  • ગઠિયાએ કેવાયસી અપડેટના નામે પાંચ વખત ઓટીપી મંગાવી ધડાધડ પૈસા ઉપાડી લેતાં પોલીસ ફરિયાદ

બેન્કીંગ છેતરપિંડીમાં છેલ્લા ઘણા સમયથી ચિંતાજનક ઉછાળો આવી ગયો છે ત્યારે બેન્કો દ્વારા વારંવાર તેના ગ્રાહકોને મેસેજ, ફોન સહિતના દરેક માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે બેન્કના નામે કોઈ તમને કેવાયસી અપડેટ કરવાનું કહે તો તેની સાથે કોઈ જ પ્રકારનો વ્યવહાર કરવો નહીં આમ છતાં રાજકોટની દોશી હોસ્પિટલ સામે નોબલ શેરીમાં રહેતાં અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ કેવાયસી અપડેટના નામે એક નહીં બલ્કે પાંચ વખત ઓટીપી આપીને 5.62 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા.

આ અંગે કેતન પ્રવીણભાઈ ખોલિયા (ઉ.વ.48)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.20 ફેબ્રુઆરીએ તેને સવારે 9ઃ30 વાગ્યા આસપાસ એક અજાણ્યા નંબરથી `કસ્ટમરસપોર્ટ ડોટ એપીકે’ નામની એક લીન્ક મળી હતી જેને તેણે ઓપન કરવાનું ટાળ્યું હતું. આ પછી જે નંબર પરથી લીન્ક મોકલાઈ તે નંબરધારકે કેતનને ફોન કરી પોતે આઈસીઆઈસીઆઈ બેન્કનો કર્મચારી હોવાનું અને જો કેવાયસી અપડેટ નહીં કરે તો ખાતું બંધ થઈ જશે તેવું કહ્યું હતું. આ સાંભળી કેતને લીન્ક ઓપન કરી તેમાં પોતાનો ડેબીટ કાર્ડ નંબર નાખ્યો હતો.

નંબર નાખ્યા બાદ એક ઓટીપી આપ્યો હતો જે ફોન કરનાર વ્યક્તિને આપતાં તેણે એમ કહ્યું હતું કે એ નંબર ખોટો છે. આ રીતે તેણે કેતન પાસેથી પાંચ વખત ઓટીપી મેળવી લીધો હતો. ત્યારપછી 24 ફેબ્રુઆરીએ મોબાઈલ બેન્કીંગ એપ ચેક કરતાં તેમાં બેલેન્સ જોવા ન મળતાં બેન્ક કર્મચારીને ફોન કર્યો હતો પરંતુ તેણે રૂબરૂ જઈને તપાસ કરવા કહેતાં 25 ફેબ્રુઆરીએ કેતનભાઈ ત્યાં રૂબરૂ ગયા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે 20 ફેબ્રુઆરીએ જ તેમના ખાતામાંથી પાંચ કટકે 5,62,874 રૂપિયા ઉપડી ગયા છે ! પોતે છેતરાયાની જાણ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ સહિત રાજ્યનાં GSTમાં 301 અધિકારીઓની બદલી સાથે બઢતી

Next

ગુજરાતમાં IPSની અછત: 24 કેન્દ્રમાં છે અને 14 પાસે વધારાનો છે ચાર્જ, આગામી સમયમાં અધિકારીઓની વધુ અછત સર્જાશે ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પૂર્વે બોય ફ્રેન્ડે કારમાં એરટેગ લગાડી યુવતીનો પીછો કર્યો પણ એક મેસેજે ભાંડો ફોડયો
ગુજરાત
2 વર્ષ પહેલા
જેલ અંગે સુપ્રીમ કોર્ટે શું કર્યું મહત્વનું ફરમાન ? કેદીઓ અંગે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સોલાર રુફટોફ લગાવનાર કમાયા ! PGVCL રૂ.65.58 કરોડ ચુકવશે
ગુજરાત
10 મહિના પહેલા
BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર