રાજ્યમાં સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ
સૌથી વધુ વલસાડમાં ૨૦ ઇંચ અને સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં અડધો ઇંચ
ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં આઠ ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ગત છઠ્ઠી જુલાઈ 2023માં સિઝનનો 35.50 ટકા વરસાદ વરસ્યો હતો.
આ વખતે સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા રસાદ વરસી ગયો છે, આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. છઠ્ઠી જુલાઈ 2023માં કચ્છમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્રમાં 50.34 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.
રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે. સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો અડધો ઈંચ જ વરસાદ નોંધાયો છે.