દહેજની ફાર્મા કંપનીમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનુ કૌભાંડ પકડાયુ
- 30 કરોડ ઉપરાંતનો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી એટીએસ અને એસઓજી પોલીસે નશાનો કારોબાર ઝડપી પાડ્યો
ભરૂચ
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઇડીસીમાં આવેલ એલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 12 કલાકથી વધુ સમય દરમિયાન કંપનીમાં અધિકારીઓની ટીમે ધામા નાખી સતત ઓપરેશનને પાર પાડ્યું હતું કંપનીમાંથી એમ.ડી.ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ મળી આવ્યું હતું
એટીએસ અને એસઓજી પોલીસે આ રો મટીરીયલનો જથ્થો એફ.એસ.એલ.માં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે.આ મામલામાં NDPS એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અહીંથી 30 કરોડ ઉપરાંતનો ડ્રગ્સનો રો મટીરીયલ નો જથ્થો મળી આવ્યો છે જેના પગલે એ.ટી એસ અને એસઓજી પોલીસે સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર પ્રકરણમાં ડ્રગ્સ ક્યાં ક્યાં જોતું હતું કોણે પહોંચાડવામાં આવતું હતું આપ સમગ્ર પ્રકરણમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવ્યો છે
સમગ્ર પ્રકરણમાં હાલતો ફેક્ટરીમાંથી અંકલેશ્વરના રહીશ પંકજ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાય અન્ય સ્થળે ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ પહોંચાડવામાં આવે છે કે કેમ ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ભૂતકાળ શું છે તેવી વિવિધ માહિતી મેળવવા માટે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરુ કરી છે.