Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સુરત : જાહેર રોડ પર ગૌવંશનું ઘડ મળી આવતા જૈન સમાજમાં ભારે રોષ, CCTVના આધારે તપાસ શરુ

Wed, June 19 2024

  • મનીભદ્ર એપાર્ટમેન્ટ નજીક સાધ્વીઓ વિચરણ કરે છે ત્યાં જ પશુ અંગ મળી આવતા ભારે ચકચાર

સુરતના પાલ વિસ્તારમાં વહેલી સવારે શંકાસ્પદ રીતે ગૌવંશનું ધડ મળી આવતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ઘટનાને લઈ જૈન મુનિઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ જતા દોડતી થયેલી પોલીસે તાત્કાલિક એફએસએલ ની મદદથી તપાસ હાથ ધરી હતી.અહીં મનીભદ્ર એપાર્ટમેન્ટ નજીક જૈન સમાજના સાધ્વીઓ વિચરણ કરે છે.અહિંસાવાદી વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ  ઘટનાના પગલે જૈન મુનીઓ સ્થળ પર જ બેસી ગયા હતા અને તાત્કાલિક ધોરણે ધાર્મિક આસ્થાને હાની પોંહચાડનારા તત્ત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના બાદ  સ્થાનિક પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા  તપાસ શરૂ કરવામાં આવી હતી. આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે જ્યાં સુધી આ પ્રકારનું કૃત્ય કરનારા નહીં ઝડપાય ત્યાં સુધી જગ્યા નહીં છોડવા માટેની ચીમકી જૈન મુનિઓ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ દ્વારા જૈન મુનિઓને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જૈન સમાજના લોકોની એક જ માંગણી હતી કે જે કોઈ તત્વો દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તેવા તત્વો ની ત્વરિત ધોરણે ધરપકડ કરવામાં આવે.

સુરત ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે,અડાજણ પોલીસને કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈક મૂંગા પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે.એફએસએલ ની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે.ઘટના ને લઈ જૈન મુનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે,પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તેવા સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું છે.

છેલ્લા અઠવાડિયા થી જૈન સમાજ એક એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે.એક સાધ્વીજીને પટ્ટે પટ્ટે મારવામાં આવે, આચાર્ય ભગવંતજીને ટ્રક નીચે કચડી નાખવામાં આવે,ભગવાનની પ્રતિમાને ટુકડા કરવામાં આવે છે અને પશુનું કપાયેલું ધડ મૂકી જવું આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.આ પાલ નહિ પરંતુ પાલીતાણા છે, જ્યાં સંતો વિચરણ કરે છે.આ એક બદ ઇરાદો છે.જ્યાં જાણી જોઈને કોઈ સંપ્રદાય અને ધર્મને હાની પહોંચાડવાનો આ પ્રયાસ છે.જે કોઈપણ વ્યક્તિ બદ ઇરાદા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હોય તેની સામે કડક થી કડક કાર્યવાહી કરવામાં આવે.પોલીસ એ સીસીટીવી ફૂટેજ ના આધારે પણ અજાણ્યા ટીખળખોરો ની શોધખોળ શરૂ કરી છે.

Tags:

gujaratgujarat newsJAINSURATsurat news

Share Article

Other Articles

Previous

રાજકોટ : બે સગા ભાઈઓએ યુવતીને લગ્નની લાલચ આપી બનાવી હવસનો શિકાર  

Next

બિગ બોસ OTT 3માં દિલ્હીની ‘વડાપાવ ગર્લ’ મચાવશે ધૂમ !! એન્ટ્રી થઈ કન્ફર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
15 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
15 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
16 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
16 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

તબીબ મહિલાના ઘરમાંથી રૂ.1.97 લાખની ચોરી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ફડણવીસે મુખ્યમંત્રી બન્યા બાદ મીડિયા સાથે પ્રથમ મુલાકાતમાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જ નહીં આખા ગુજરાતની આતૂરતાનો અંત…હવેથી એઈમ્સ આપણી’
રાજકોટ
2 વર્ષ પહેલા
budget 2024માં ખેડૂત વર્ગ પર વિશેષ ધ્યાન આપવા સરકારની તૈયારી, જાણો શું પગલાં લઈ શકે છે  ?
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર