એડમિશન કે ટ્યુશન ફી ઉઘરાવશે તો ખાનગી સ્કૂલો સામે થશે કડક કાર્યવાહી: DEOને દેખરેખ રાખવા FRCની સૂચના
વન ટાઈમ એડમિશન ફી અને વધારાની ટ્યુશન ફી વસૂલવા પર FRC એ રોક લગાવી છે.આ અંગે રાજ્યનાં તમામ ડી.ઇ.ઓ.ને તાકીદ કરી છે.રાજ્યમાં ખાનગી શાળામાં ફી નિયંત્રણ અંગે રાજ્ય સરકાર અને વાલીઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદમાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી વન ટાઈમ એડમિશન પી અને વધારાની ટ્યુશન ફી સામે કડક કાર્યવાહી કરવા ચુકાદો આપ્યો છે જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ ખાનગી શાળાઓને આ બાબતને લઈને સુચના અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :અમારી હડતાળ ચાલુ જ છે, માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રહેશે: ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.
આ આદેશને અનુલક્ષીને તમામ ખાનગી શાળા હોય પાલન કરવા માટે ફક્ત સુચના આપી છે જો કોઈ પણ શાળા એફ આર સી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી ઉઘરાવે કે વન ટાઈમ એડમિશન ફી,ટ્યુશન ફી લેવામાં આવશે તો સ્કૂલો સામે કાર્યવાહી કરાશે. આ નિર્ણય વાલીઓ માટે રાહત લઈને આવ્યો છે.જેઓ લાંબા સમયથી સ્કૂલોની મનમાની સામે ઝૂકી ગયા હતાં. ફી નિયમન સમિતિએ ડી ઇ ઓ તેમના કાર્યક્ષેત્રમાં આવેલી સ્કૂલો સામે આ નિયમનો કડક અમલ કરાવે છે કે કેમ તેની સામે દેખરેખ રાખવા આદેશ કર્યો છે.જો કોઈ સ્કૂલ આ ચૂકળાનો ભંગ કરે તો તેની સામે નિયમો મુજબ કાર્યવાહી થઈ શકશે.હવે રાજકોટનાં ડી.ઇ.ઓ. ખાનગી શાળાઓમાં આ નિયમનો અમલ કરાવી શકે છે કે કેમ..? તેના પર વાલીઓની નજર છે.
