સિનિ. IPS શમશેરસિંઘ બેક ટુ હોમ રાજ્યના DGP બનાવાશે? ભારે કુતુહલ સાથે ઇંતજાર
રાજ્યના ડીજીપી વિકાસ સહાય બે દિવસ પૂર્વે 31 ડિસેમ્બરના રોજ રિટાયર્ડ થતાં તેમના સ્થાને રેગ્યુલર ડીજીપીના બદલે સિનિયર આઈપીએસ ઓફિસર ડો.કે.એલ.એન. રાવને ચાર્જ સોંપાયો. રાવ ઈન્ચાર્જ ડીજીપી બનાવાયાની કલાકોમાં જ તેમનાથી સિનિયર ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર કેન્દ્રમાં ડેપ્યુટેશન પર રહેલા શમશેરસિંઘને ત્વરીતપણે બેક ટુ હોમ (પેરેન્ટ કેડર) ગુજરાતમાં પરત કરવાનો ઓર્ડર થયો છે. અચાનક જ થયેલા આ ઓર્ડરે હાલ તો આઈપીએસ લોબીથી લઈ પોલીસ બેડામાં ભારે કુતુહલ જગાવ્યું છે કે શુ હવે ગુજરાતના રેગ્યુલર ડીજીપી તરીકે શમશેરસિંઘને સુકાન સોંપાશે ? માટે જ તેમનો તાત્કાલીક ઓર્ડર થયો હશે ? શમશેરસિંઘ હાજર થયા બાદ તેમને ક્યાં ક્યું પોસ્ટિંગ સોંપાય ? તેના પર સંબંધિતોની મીટ મંડાયેલી હશે.
રાજ્યના ડીજીપી પદેથી સહાય નિવૃત્ત થવાના હતા એ પૂર્વે નવા ડીજીપી તરીકે સીઆઈડી ક્રાઈમ-રેલવેના વડા ડો.રાવ, અમદાવાદ સી.પી. જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકમાંથી કોણ આવશે તેવા પડઘમ વાગતા હતા. બન્યું એવું કે ડો.રાવને મુકાયા ખરા પરંતુ ઈન્ચાર્જ ડી.જી. તરીકે આ ઓર્ડર સાથે જ કૂછ તો હૈ અથવા કંઈક નવું થશે કે હશે ? તેવી વાતો ચાલી હતી. એવામાં જ આજે અચાનક જેમનું હાલ તો ક્યાંય નામ ચર્ચામાં નહોતું અને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર બીએસએફમાં રહેલા ગુજરાત કેડરના સિનિયર ઓફિસર 1991ની બેચના શમશેરસિંઘનો ગુજરાત પરત કરવાનો કેન્દ્રમાંથી ઓર્ડર નીકળ્યો છે.
આ પણ વાંચો :ગોંડલમાં યુવક પાસે પૂર્વ મહિલા કર્મીએ પત્ની અને ભાઇ સાથે મળી ધંધાના નામે ખંખેર્યા 1.37 કરોડ
વર્તમાન ઈન્ચાર્જ ડીજીપી, કેએલએન રાવથી શમશેરસિંઘ સિનિયર છે. શમશેરસિંઘને હજુ રિટાયર્ડ થવાના આઠ માસ બાકી છે. તેમને તાત્કાલીક અસરથી પરત કરવાના કેન્દ્રના હુકમને લઈને હવે શમશેરસિંઘ અહીં તેમના પેરેન્ટ કેડરમાં પરત ફરો.નિયમ મુજબ શમશેરસિંઘ ડો.રાવથી સિનિયર હોવાથી સિનિયોરિટીને ધ્યાને લઈને શું હવેના તેમના નિવૃત્તિકાળ સુધી શમશેરસિંઘને ડી.જી. બનાવવામાં આવશે ? તેઓ વડોદરા પોલીસ કમિશનર ઉપરાંત રાજ્યના એસીબીના વડા સહિતના પદ પર ફરજ બજાવી ચૂક્યા છે. શમશેરસિંઘ ગુજરાત પરત ફર્યા બાદ તેમને ક્યાં પોસ્ટિંગ મળશે કે અપાશે ? ત્યાં સુધી સંબંધિતો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં અટકળો ચાલતી રહેશે પરંતુ અચાનક જ થયેલા બેક ટુ હોમ ઓર્ડરે ભારે ચર્ચા જગાવી છે.
