ગોંડલમાં યુવક પાસે પૂર્વ મહિલા કર્મીએ પત્ની અને ભાઇ સાથે મળી ધંધાના નામે ખંખેર્યા 1.37 કરોડ
ગોંડલના ગુંદાળા રોડ પર જય સરદાર રેસી.માં રહેતા રવિ કેશવલાલ રામોલીયા (ઉ.વ.31)એ તેની જ સાથે અગાઉ નોકરી કરતી યુવતીની વાતમાં આવી આયાત-નિકાસના નામે યુવતી તેના ભાઇ અને પતિની જાળમાં ફસાઇને 1.39 લાખ રૂપીયા ગુમાવ્યાની ગોંડલ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદીની વિગતો મુજબ રવિ કોમ્પ્યુટર ડિસ્પ્લે ઇક્વીપમેન્ટ નામની કંપનીમાં નોકરી કરે છે. તેથી સાથે 2018માં સોનલ જગદીશભાઇ દુધાત્રા નોકરી કરતી હતી. 2019માં સોનલે નોરી છોડી દીધી હતી. એક વર્ષ બાદ સોનલે પોતે ઇમ્પોર્ટ-એક્ષપોર્ટનો વ્યવસાય કરે છે તેમાં રોકાણ કરવાથી ચાર ટકા જેવું વળતર મળશે કહી જાળ બીછાવી હતી.
આ પણ વાંચો :રાજકોટ, વડોદરા અને ઈન્દોરમાં રમાનારી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત: શુભમન ગીલ-શ્રેયસ અય્યરની વાપસી
યુવતીએ પોતે તેના ભાઇ ઉત્સવ સાથે વ્યવસાય કરે છે તેવી વાત ફરિયાદી યુવક રવિ અને તેના પિતા-પરિવારને કહી હતી. વિશ્વાસમાં આવી એકાદ વર્ષ સુધીમાં 25 લાખ જેવું રોકાણ કર્યુ જેની સામે 4 ટકા વળતર બંને ભાઇ-બહેન ચુકવતા હતા. વધુ રોકાણ માટે સોનલે વાત કરતા રવિએ તેનું મકાન, શેડ વેચીને 60 લાખ ઉપરાંત બનેવી તથા સાઢુ પાસેથી 30 લાખ લઇને 2020થી 2023 સુધીમાં આપ્યા હતાં. એ સમય દરમિયાન 2021માં સોનલના ઉર્વીશ પટેલ સાથે લગ્ન થયા હતાં. અને ઉર્વીશ પણ ધંધામાં જોડાયો હતો. બંને દુબઇ ચાલ્યા ગયા હતાં. બે વર્ષ સુધી વળતર આપ્યા બાદ રકમ ચુકવતા નહતા. આમ ધંધાના નામે વળતર આપવાનું કહી રોકાણ કરાવી 1.37 કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત આચર્યાનો આરોપ દંપતી સોનલ, ઉર્વિશ અને સોનલના ભાઇ ઉત્સવ પર મુક્યો છે. દંપતીએ બગદાદના વેપારી સાથે પણ દોઢેક કરોડની ઠગાઇ કર્યાનો પણ આક્ષેપ કરાયો છે.
