સૌરાષ્ટ્રના 83 પૈકી 43 જળાશયોમાં નવા નીરની ધીંગી આવક : રાજકોટ અને જામનગરના 14-14 ડેમમાં આવ્યા નવા નીર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા બે દિવસથી સતત હેત વરસાવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના 83 પૈકી 43 ડેમમાં છેલ્લા ચોવીસ કલાકમાં 0.10 ફૂટથી લઇ 17 ફૂટ સુધી નવા નીરની આવક થઇ છે. નોંધનીય છે કે, વિવિધ ડેમસાઇટ વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા એકથી સાડા છ ઈંચ સુધી વરસાદ પણ વરસ્યો હોવાનું સિંચાઈ વિભાગના આંકડા જણાવી રહ્યા છે.બીજી તરફ છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લાના ફુલઝર-2ડેમમાં સૌથી વધુ 21.16 ફૂટ નવા નીરની આવક થઇ હતી.
આ પણ વાંચો : રાજ્યમાં ચોમાસુ ટનાટન : 24 કલાકમાં 201 તાલુકામાં પડ્યો વરસાદ, આજે પણ આ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને પોરબંદર જિલ્લાના કુલ 83 નાના મોટા જળાશયો આવેલા છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના તમામ જળાશયો ઉપર એક ઈંચથી લઈ સાડા છ ઈંચ સુધી વરસાદ વરસતા કુલ 83 પૈકી 43 જળાશયોમાં અડધો ફૂટથી લઈ 17 ફૂટ સુધી નવા નીરની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં 0.16 ફૂટ, મોજમાં 4.99, ફોફળમાં 2.82, વેણુ-2માં 13.29, આજી-1માં 0.33, આજી-3માં 0.92, સોડવદરમાં 10.17, સુરવોમાં 0.16, ડોંડીમાં 3.94, ન્યારી-1માં 0.16, મોતીસરમાં 1.64, લાલપરીમાં 1.38,છાપરવાડીમાં 5.58 અને ભાદર-2માં 0.16 ફૂટ નવા નીર આવ્યા હતા.

જયારે મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ-1માં 0.49, મચ્છુ-2માં 0.20, ડેમી-2માં 0.33 ફૂટ નવા પાણી આવ્યા હતા. જયારે જામનગર જિલ્લામાં આવેલ સસોઈમાં 2.85, પન્નામા 0.43, ફૂલઝરમાં 0.33, સપડામાં 0.52, ફુલઝર-2માં 21.16, વિજરખીમાં 1.02, ડાઇ મીણસરમાં 0.10, આજી-4માં 3.44, ઊંડ -1માં 2.13, વાડીસંગમાં 1.94, ફુલઝર (કો.બા.)માં 2.33, રૂપાવટીમાં 15.09, રૂપારેલમાં 0.66 અને સસોઈ-2માં 2.62 ફૂટ નવા નીર આવ્યા હતા.જયારે દ્વારકા જિલ્લાના વર્તુ-1માં 4.27, વર્તુ-2માં 0.98, સોનમતીમાં 9.51, વેરાડી-1માં 16.73, કાબરકામાં 7.71, વેરાડી-2માં 13.62 અને મીણસારમાં 13.45 ફૂટ નવા પાણી આવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુમા 0.16, મોરસલમા 0.98, ત્રિવેણી ઠાંગામાં 0.16 અને લીંબડી ભોગાવો-2માં 0.33 તેમજ પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં 0.69 નવા નીરની આવક થઇ હતી.