બીમાર પતિએ જમવા બાબતે ઝઘડો કરી પત્ની પર જીવલેણ હુમલો કર્યો : ફરાર પતિને ઝડપી લેવા પડધરી પોલીસે કાર્યવાહી હાથ ધરી
પડધરીના ગીતાનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બીમાર પતિ જમવા બાબતે પત્ની સાથે ઝઘડો કર્યા બાદ લાકડી લઈને તૂટી પડ્યો હતો. આ હુમલામાં માંથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મહિલાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં તબીબે તેની હાલત ગંભીર હોવાનું પરિવારને જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે હત્યા પ્રયાસની કલમ હેઠળ ગુનો નોધી ફરાર પતિને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ, પડધરી પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત કનુબેન વલ્લભભાઈ વાઘેલાના પુત્ર રાજેશે તેના પિતા વલ્લભ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ગીતાનગર વિસ્તારમાં પત્ની સાથે અલગ રહે છે. નજીક જ માતા પિતા પણ બીજા મકાનમાં રહે છે. ગુરુવારે રાત્રિના 10 વાગ્યા આસપાસ તેની નાની બહેન સોનલ દોડીને ઘરે આવી અને કહ્યું કે, તેમના પિતા માતા કનુબેનને ઘરમાં બંધ કરીને માર મારી રહ્યા છે અને ઝઘડો કરી રહ્યા છે. આ સાંભળીને રાજેશ તરત જ દોડીને માતા-પિતાના ઘરે પહોચતા મુખ્ય દરવાજો અંદરથી બંધ હોવાથી પડોશીના મકાનમાંથી કૂદીને અંદર પ્રવેશ્યા હતો. અંદર જઈને જોયું તો માતા કનુબેન લોહીલુહાણ હાલતમાં ઓસરીમાં પડેલા હતા.
આ પણ વાંચો :કેટલા જવાબદાર જેલભેગા થયા, કેટલા કોર્પોરેટર-અધિકારી સામે પગલાં લેવાયા? કોંગ્રેસે જનરલ બોર્ડ પાસે મનપાના 10 વર્ષના કૌભાંડનો માંગ્યો હિસાબ
તેમના માથાના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું અને નજીકમાં જ લોહીવાળી લાકડી પડેલી હતી. પાછળનો દરવાજો ખુલ્લો હતો અને પિતા ત્યાંથી ભાગી ગયા હતા. રાજેશે તરત જ તપાસ કરી પરંતુ તેઓને પિતા ક્યાંય દેખાયા નહીં. પરિવારે ઇજાગ્રસ્ત કનુબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ખ૪ અહીં તબીબોએ પરિવારને જણાવ્યું હતું કે, કનુબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો :વડાપ્રધાન મોદી ફરી એકવાર આવશે ગુજરાત : ભાવનગરમાં કરશે ભવ્ય રોડ-શો, કરોડોના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત
બનાવ અંગે જાણ થતાં પડધરી પોલીસ મથકના પીઆઈ એસ.એન પરમાર સહિતનો સ્ટાફે ફરાર આરોપી વલ્લભને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી વલ્લભને કિડનીની બીમારી હોય જેથી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પત્નીએ રસોઈ ન બનાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે હાલ હત્યા પ્રયાસની કલમો હેઠળ ફરાર આરોપી વલ્લભ વાઘેલાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
