સૌરાષ્ટ્ર-ગુજરાતે હજુ સાચવવા જેવુ છે : અંબાલાલે કરી ઈંચમાં આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે ગુજરાત રાજ્યમાં આગામી 36 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલનાં જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે.
ઈંચમાં આગાહી કરતા અંબાલાલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે.
પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં 4 થી 6 ઇંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે 6 થી 7 ઇંચ અને કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે.
વિશેષમાં, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી શકે છે. વધુમાં, રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.