નેતન્યાહૂ વિરુધ્ધ હજારો ઇઝરીલી નાગરિકોના દેખાવ
ઈરાનને સમર્થન આપતા આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ ઈરાન પર 300થી વધુ રૉકેટ છોડ્યા બાદ રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ પોતાના દેશમાં જ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હુમલા બાદ ઈઝરાયેલી નાગરિકો ભડક્યા છે અને તેમણે નેતન્યાહૂ પર મુકેલો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે.
નેતન્યાહૂ પર દેખાવકારો અને વિપક્ષો ભડક્યા
મળતા અહેવાલો મુજબ ઈઝરાયેલમાં લાખો લોકો નેતન્યાહૂ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી આંદોલન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ હમાસ વિરુદ્ધ નિષ્ફળતા જતા દેખાવકારો તેમની ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં આમાં વિપક્ષોએ પણ ઝંપલાવ્યું છે અને દેશમાં ફરી ચૂંટણી કરાવવાની માંગ શરૂ કરી દીધી છે.
ઈઝરાયેલી નાગરિકો ગાઝા સહિત દેશમાં ચાલી રહેલા ખૂની ખેલ અંગે નેતન્યાહૂને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, જો નેતન્યાહૂએ પહેલા સમજદારી દાખવી હોય તો આટલું નુકસાન ન થયું હોત.
રવિવારે હજારો ઈઝરાયેલીઓ ફરી રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને નવેસરથી ચૂંટણી કરાવવા માંગ કરી રહ્યા હતા. બંધક બનાવાયેલા પરિવારોએ તેલ અવીવના બંધક ચોક પર સાપ્તાહિક રેલી કાઢી હતી. સરકાર છ બંધકોને છોડાવવામાં નિષ્ફળ જતા રેલીમાં સામેલ લોકોએ નેતન્યાહૂની ટીકા કરી હતી. થોડા દિવસો પહેલા જ ગાઝામાંથી બંધકોના મૃતદેહો મળી આવ્યા હતા.