રાજ્યમાં વધતી જતી અકસ્માત્મક ઘટનાઓ વચ્ચે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી પાસે એક અજાણ્યા વાહન ચાલક દ્વારા ઠક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત ને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. યુવકનું મોત થતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને પોલીસ અને ગામના લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
મળતી વિગતો અનુસાર આ ઘટના અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પરની છે જ્યાં ગામડી ગામ પાસે આ ઘટના બની હતી જ્યાં હિંમતનગર તાલુકાના ગામડી પાસે રાહદારીનું મોત નીપજતા ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ગામના લોકોએ હાઇવે પર ચક્કાજામ કરતા સ્થિતિ વધુ વણસી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ગામના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જે બાદ સ્થિતિ વધુ ખરાબ થતા પોલીસે ટીયરગેસ છોડવાની ફરજ પડી હતી.
શું બની હતી ઘટના ?
હિંમતનગર-શામળાજી હાઇ-વે પર ગામડી નજીક વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થતાં લોકો રોષે ભરાયા હતા. હાઇ-વે પર પથ્થર-ઝાડનાં થડ મુકી તથા ટાયરો સળગાવીને ચક્કાજામ કરતાં ૫ કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ટોળાંએ DySPની ગાડીમાં આગ ચાંપી ત્રણથી ચાર ગાડીના કાચ તોડી ઉગ્ર દેખાવ કર્યો હતો ત્યારે પોલીસે ટિયર ગેસના સેલ છોડી સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા.
જો ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ – છોટાઉદેપુર નેશનલ હાઈવે – 48 પર પુરપાટ ઝડપે જતા વાહનથી મોત થયુ છે. પોલીસને પણ ગ્રામજનોએ નિશઆને લીધી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ પોલીસની 3 ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. એક પોલીસની ગાડી આગ લગાડી હતી. ગ્રામજનોના ટોળાને દૂર કરવા માટે પોલીસે લગભગ 120 જેટલા ટિયરગેસનો મારો ચલાવવો પડ્યો.