અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સને પણ રાહત; રશિયા સાથે વેપાર કરવા બદલ આ પગલું લીધું હતું
અમેરિકા હવે ભારત સાથે સંબંધો વધુ સાનુકૂળ બનાવવા અને ભારત સાથે ટ્રેડ ડીલ માટે માખણ પાલીસ કરે છે. તેના વલણમાં એકાએક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ભારતીય કંપનીઓને મોટી રાહત આપી છે. રશિયા સાથે વેપાર કરવાના કારણે અમેરિકાએ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા, તેમાંથી ૪ કંપનીઓને હવે ટ્રેઝરી પ્રતિબંધોની યાદીમાંથી મુક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ગેલેક્સી બેરિગ્સ લિમિટેડ કંપની પણ સામેલ છે. અમેરિકાએ તાજેતરમાં જ પોતાની SDN એટલે કે ‘સ્પેશિયલી ડેસિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટ’ અપડેટ કરીને આ નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા હતા કે બંને દેશો વચ્ચેનો વેપાર કરાર લગભગ પૂરો થઈ ગયો છે અને હવે માત્ર
આ પણ વાંચો: હવે બિલાવલ ભુટ્ટોને શૂરાતનનો આફરો, પાણી માટે પરમાણુ યુદ્ધની ગર્ભિત ધમકી
૧ ટકા જેટલું જ કામ બાકી રહ્યું છે. અમેરિકાએ એક્ઝિક્યુટિવ ઓર્ડર ૧૪૦૨૪
હેઠળ આ કંપનીઓ પર રશિયા સાથે કનેક્શન હોવાના કારણે પ્રતિબંધો લાદ્યા હતા. હવે જે કંપનીઓને આ બ્લેકલિસ્ટમાંથી મુક્ત કરવામાં આવી છે, તેમાંઆરઆરજી એન્જિનિયરિંગ ટેકનેલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, લોકેશ મશીન્સ લિમિટેડ, અમદાવાદ સ્થિત ગેલેક્સી બેરિગ્સ લિમિટેડ અને શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. એસડીએન યાદી અમેરિકાના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટમાં એવા વ્યક્તિઓ અથવા કંપનીઓના નામ સામેલ કરવામાં આવે છે જે અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરાયેલા દેશોના નિયંત્રણ હેઠળ હોય અથવા તેમના માટે કામ કરતા હોય. એકવાર કોઈ કંપનીનું નામ આ લિસ્ટમાં આવી જાય, પછી અમેરિકાના નાગરિકો કે કંપનીઓ તે પ્રતિબંધિત કંપની સાથે કોઈપણ પ્રકારનો વેપાર કે નાણાકીય લેણદેણ કરી શકતા નથી. આ લિસ્ટને સમય-સમય પર અપડેટ કરવામાં આવે છે.
