મોટી કચેરીઓ સેન્ટ્રલી એ.સી. કરવા વહીવટી સુધારણા પંચની ભલામણ
જરૂર પડ્યે સોલારનો ઉપયોગ કરો
કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે એસી જરૂરી છે
કાળઝાળ ગરમીના દિવસોમાં ખાનગી કચેરીઓમાં તો મોટાપાયે એ.સી.નો ઉપયોગ થતો હોય છે અને હવે તો દુકાનો અને શો રૂમ પણ એ.સી.ની સુવિધા સાથેના થઇ ગયા છે પણ સરકારી કચેરીઓમાં હજુ એ.સી. આવ્યા નથી. મોટા મોટા અધિકારીઓને એ.સી. મળે છે પણ કર્મચારીઓને હજુ આ સુવિધા મળી નથી. જો કે, રાજ્ય વહીવટી સુધારણા પંચે ભલામણ કરી છે કે, કર્મચારીઓની કાર્યક્ષમતા સુધારવા માટે તેમને પણ એ.સી.ની સગવડ આપવી જરૂરી છે. પંચે એવી ભલામણ પણ કરી છે કે, મોટી મોટી સરકારી કચેરીઓને સેન્ટ્રલી એ.સી. કરવામાં આવે અને નાની નાની કચેરીઓમાં તબક્કાવાર એ.સી. લગાવવામાં આવે.
આ સુવિધા ઉભી કરવા માટે સોલારનો ઉપયોગ પણ કરી શકાય છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) એ 1989 ના સરકારી ઠરાવને પાછો ખેંચવાની ભલામણ કરી છે જેમાં વર્ગ 1 અધિકારીઓ માટે એર કન્ડીશનીંગ વિશેષાધિકારો મર્યાદિત હતા.વહીવટી સુધારણા પંચનાં અધ્યક્ષ હસમુખ અઢિયાએ આ અંગેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે. આ પંચની રચના થોડા સમય પહેલા જ થઇ હતી.
પંચે તમામ સરકારી કચેરીમાં સ્વચ્છતા ઉપર પણ ભાર મુક્યો છે સાથોસાથ તમામ સરકારી સંસ્થાઓમાં યોગ્ય સાઇનેજ લગાવવાની પણ સલાહ આપી છે.પંચે કહ્યું છે કે, એસીના ઉપયોગ અંગે 28 એપ્રિલ, 1989 ના રોજના જીઆરમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ. સરકાર જ્યાં શક્ય હોય ત્યાં સોલાર પેનલનો ઉપયોગ કરી શકે છે, જેનાથી ઓફિસો ઉર્જા-કાર્યક્ષમ બને છે,”