રામનાથ મહાદેવની 102મી પાલખીયાત્રા નીકળી: વરણાગીમાં ભક્તિ અને શ્રદ્ધાનો સાગર ઘૂઘવ્યો, હર..હર..મહાદેવના નાદ ગૂંજ્યા
આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને છેલ્લો સોમવાર છે ત્યારે રાજકોટના પુરાણપ્રસિદ્ધ સ્વયંભૂ રામનાથ મહાદેવની102મી પાલખી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અને હજારોની સંખ્યામાં શિવભકતો બમ બમ ભોલેના નાદ સાથે જોડાયા હતા. આ વરણાગી જ્યાં જ્યાંથી પસાર થી ત્યાં ત્યાં હર હર મહાદેવનો નાદ પણ ગુંજ્યો હતો. રામનાથ મહાદેવની 102મી વરણાંગી મંદિરેથી નીકળી રામનાથપરા રોડ કોઠારીયા નાકા, પેલેસ રોડ, આશાપુરા મંદિપ પાછળથી, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના થઇ શ્રી રામનાથ મહાદેવના મંદિરે પરત ફરી હતી.

સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં બપોરે 2 વાગ્યે ષોડશોપચાર પૂજન આરતી કરવામાં આવી હતી ત્યારબાદ રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. દ્રશ્યો જોઈને એવું લાગશે કે જાણે પાલખીયાત્રામાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શિવભકતો જોડાયા હતા અને ઠેર ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત જયારે અલગ અલગ ચોકમાંથી રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થઇ હતી ત્યાં મહાદેવ પર પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

102 વર્ષ પૂર્વે પાલખીયાત્રાની શરૂઆત
રાજકોટ શહેરમાં આજથી 102 વર્ષ પૂર્વે આ પાલખીયાત્રાની શરૂઆત થઈ હતી. 102 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો. આ રોગથી રાજકોટ વાસીઓને બચાવવા ત્યારના રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી કે, એ સ્વયંભૂ રામનાથ દાદા આપ ગ્રામ દેવતા છે તમોને બે હાથ અરજ કરૂ છું કે, મારી પ્રજા ઉપર જે પ્લેગનો રોગ ઘેર ઘેર છે તે આપ દુર કરો. જો રાજકોટ શહેર પ્લેગ રોગથી બચી જશે, તો તે રામનાથ મહાદેવની પાલખી યાત્રા શહેરમાં ફેરવશે અને તે સમયે રાજકોટનાં લોકો પ્લેગમુક્ત થયા હતા. ત્યારથી દર વર્ષે ભગવાન રામનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે.

મહાદેવે રાજકોટની રક્ષા કરી ત્યારથી પરંપરા
આ ખતરનાક રોગથી મહાદેવે રાજકોટની રક્ષા કરી ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. મહાદેવ સદૈવ રાજકોટ શહેરની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે આવતીકાલે 102મી પાલખી યાત્રા કાઢવામાં આવશે. જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તડામાર તૈયારી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રામનાથ મહાદેવની વરણાગીનો રૂટ
સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી વરણાગી મંદિરેથી બપોરે 4 વાગ્યાની આસપાસ શરૂ થઇ હશે. અને પછી રામનાથપરા મેઈન રોડ થઇ કોઠારીયા નાકા, કોઠારીયા નાકાથી પેલેસ રોડ, પેલેસ રોડથી આશાપુરા મંદિપ પાછળ થઇ કરણપરા ચોક, કરણપરા ચોકથી કિશોરસિંહજી રોડ, કિશોરસિંહજી રોડથી પરત પેલેસ રોડ, પેલેસ રોડથી જયરાજ પ્લોટ, જયરાજ પ્લોટથી રામમઢી ચોક, રામમઢી ચોકથી હાથીખાના મૈન રોડ, હાથીખાના મૈન રોડથી રામનાથ મહાદેવના મેઈન રોડ અને ત્યાંથી પરત રામનાથ મહાદેવ મંદિર આવી હતી. આ દરમિયાન સેંકડો ભાવિકો તેમાં ઉત્સાહભેર જોડાયા હતા.
