શહેરમાં રણછોડનગરમા આવેલા ચંપકનગર શેરીનં.3મા રહેતા જીતેન્દ્રભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.39)ના નામના યુવાને ગઈકાલ સવારે પટેલવાડી પાસે આવેલા સત્સંગ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે પોતાની ઇમિટેશનની ઓફિસમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથંકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઇ એક બહેનમાં મોટા અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં જીતેન્દ્રભાઇની માનસિક બિમારીની દવા ચાલુ હોય જેથી બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધાનું ખૂલવા પામ્યુ છે.