- લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી દિલ્હી, અમદાવાદ લઇ જઇ આરોપીએ કર્યું ‘તું શોષણ
વોઇસ ઓફ ડે,
રાજકોટ શહેરમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને આરોપીએ લગ્નની લાલચ આપીને દિલ્હી તેમજ અમદાવાદ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. જે કેસમાં જેલ હવાલે રહેલા આરોપી પ્રકાશસિંહ પરમારની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરી હતી.
આ કેસની હકીકત મુજબ, રૈયાધાર વિસ્તારમાં રહેતી સગીરા રેસ્ટોરન્ટમાં મજૂરીકામે ગયેલ બાદ રાત્રિના મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા સગા સબંધીઓને ત્યાં તપાસ કરતા પણ તેની કોઈ ભાણ મળી ન હતી. જેથી યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા પોલીસે આરોપી પ્રકાશસિંહ સંપતસિંહ પરમારની ધરપકડ કરી હતી. તેમજ સગીરાની પૂછપરછ કરતાં આરોપીએ તેને લગ્નની લાલચ આપી દિલ્હી અને અમદાવાદ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધવા સહિતની વિગતો જાણવા મળતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેલ હવાલે રહેલા આરોપીએ જામીન પર મુક્ત થવા માટે સ્પે. પોક્સો કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે અદાલતે રદ કરતા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપીના વકીલે કરેલી રજુઆતો અને દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટના ન્યાયધીશે આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ
જીગ્નેશ.એમ.સભાડ,રણજીત.બી.મકવાણા, તેમજ હાઇકોર્ટમાં મેહુલ.એસ.પાડલીયા રોકાયેલા હતા.