- વિરમગામના પીએસઆઇ દ્વારા ખોટા કેસમાં ફીટ કરવાનું કહીને માનસિક ત્રાસ આપતા હોવાનો વિડ્યો બનાવી રાજકોટના યુવકે ફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી ‘તી
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરમાં રહેતા યુવકે વિરમગામના પીએસઆઇ દ્વારા ખોટા કેસમાં ફીટ કરવાનું કહીને માનસિક ત્રાસ આપતા હોવાનો વિડ્યો કમિશનરને સંબોધી ફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી.જે કેસમાં જેલ હવાલે રહેલ પીએસઆઇ હિતેન્દ્ર પટેલે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
મળતી વિગતો અનુસાર, મૃતક દિપક હરજીવનભાઈ ધ્રાંગધરીયાના પત્નીએ લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિએ આપઘાત કરતા પહેલા રાજકોટ પોલીસ કમિશનર ને સંબોધીને વીડિયો બનાવેલ જેમાં વિરમગામના પીએસઆઇ હિતેન્દ્ર પટેલે તેમના પતિ પાસેથી પ્રોહિબીશનનાં કેસમાં રૂ.3 લાખ લઈ જેલ હવાલે કરેલ ત્યારબાદ કોઈકનો દારૂ પકડાયેલ હશે તેમાં પણ તેનું ખોટી રીતે નામ છે તેમ કહી રૂા.૧૦ લાખની માંગણી કરેલ.જેથી ગુજરનારે ત્રાસીને આત્મહત્યા કરતો હોવાનું જણાવતો વીડિયો બનાવેલ અને ત્યારબાદ ખાંભા ગામે મોગલ માતાનાં મંદિર પાસે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આરોપીએ ધરપકડથી બચાવ છેક સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કર્યા બાદ વિથ ડ્રો કરી હતી.
જે બાદ લાંબા સમયે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.ત્યારે આરોપીએ ગોંડલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.આ અરજી ચાલવા પર આવતા ફરિયાદીના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂ કરેલા વડી અદાલતના ચુકાદા બાદ કોર્ટે આરોપીના જામીન અરજી ફગાવી દીધી હતી.
આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ સ્તવન જી. મહેતા, નિકુંજ એમ. શુકલા, રવિરાજ ઠકરાર, બ્રિજેશ ચૌહાણ, નિલરાજ રાણા, શ્યામ ત્રિવેદી, સત્યજીતસિંહ જાડેજા તથા મદદનીશ તરીકે નિશાંત ચાવડા, નિરંજન ભટ્ટી અને ઋષિત રોહિત રોકાયેલ હતા