- પુનિતનગરમાં કર્મચારી સોસાયટીનો બનાવ : મારી નાખવાની ધમકી આપી યુવકને પિતા પુત્ર સહીતનાઓએ માર માર્યો
દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા બાબતે મારામારીના બનાવો બનતા રહે છે.ત્યારે દિવાળીના આગલા દિવસે 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગરમાં આવેલી કર્મચારી સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે દંપતી પર પાડોશી પિતા-પુત્ર સહીતના શખસોએ ઝગડો કરી તલવાર હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.
માહિતી મુજબ પુનિતનગરમાં આવેલી કર્મચારી સોસાયટી શેરી નંબર-9માં રાહેતા પ્રેમશંકરભાઈ શિવરામભાઈ સાંકળિયાએ નોંધાવેલઈ ફરિયાદમાં આરોપીમાં તેની પાડોશમાં રહેતા સિદ્ધરાજસિંહ,જોરુભા,જયદેવસિંહ અને અશોકસિંહનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના પત્ની ઘર પાસે હતા ત્યારે આરોપી સિદ્ધરાજસિંહ તેમના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો.
જેથી મહિલાએ તેને ફટાકડા તોડે દૂર ફોડવાનું કહેતા તેને મહિલાને ગાળો આપી હતી.આ બાબતે ફરિયાદી વચ્ચે પડતા સિદ્ધરાજસિંહ વધુ ઉશ્કેરાયો હતો.અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. એટલામાં અન્ય આરોપીઓ તલવાર સાથે ઘસી આવ્યા હતા.અને ફરિયાદી પર તલવાર વડે હુમલો કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેથી આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ કરી છે.ઉલ્લેખનીય છે કે,મારામારીની ઘટનાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.